Site icon Revoi.in

આત્મનિર્ભર ભારતઃ તુમાકુરુમાં HALની ફેક્ટરીમાં 20 વર્ષમાં 1000 જેટલા હેલિકોપ્ટરના ઉત્પાદનનું લક્ષ્યાંક

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ મોદી કર્ણાટકમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરાશે. આ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવાઈ છે. આના પરિણામે પ્રદેશમાં લગભગ 6000 લોકોને રોજગારી મળશે.

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં લેવાયેલા વધુ પગલા તરીકે, PM મોદી તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. તેનો શિલાન્યાસ પણ નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. તે એક સમર્પિત નવી ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી છે જે હેલિકોપ્ટર બનાવવાની ક્ષમતા અને ઇકોસિસ્ટમમાં વૃદ્ધિ કરશે. આ હેલિકોપ્ટર ફેક્ટરી એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર વિનિર્માણ સુવિધા છે અને શરૂઆતમાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH)નું ઉત્પાદન કરશે. LUH એ સ્વદેશી રીતે ડિઝાઇન કરેલું અને વિકસાવવામાં આવેલું 3-ટન વર્ગનું સિંગલ એન્જિન બહુલક્ષી યુટિલિટી હેલિકોપ્ટર છે, જેમાં ઉચ્ચ દાવપેચની વિશિષ્ટ ખાસિયત છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને ઇન્ડિયન મલ્ટીરોલ હેલિકોપ્ટર (IMRH) જેવા અન્ય હેલિકોપ્ટર તેમજ ભવિષ્યમાં LCH, LUH, સિવિલ ALH અને IMRH ના સમારકામ અને ઓવરહોલ માટે ફેક્ટરીનું વિસ્તરણ કરવામાં આવશે. આ ફેક્ટરીમાં ભવિષ્યમાં સિવિલ LUHની નિકાસ કરવાની ક્ષમતા પણ છે. આ સુવિધા ભારતને હેલિકોપ્ટર સંબંધિત પોતાની તમામ જરૂરિયાત સ્વદેશી રીતે પૂરી કરવામાં સમર્થ બનાવશે અને ભારતમાં હેલિકોપ્ટરના ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ અને વિનિર્માણમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત થાય તેવી વિશિષ્ટતા મેળવશે. ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યું છે. આના પરિણામે પ્રદેશમાં લગભગ 6000 લોકોને રોજગારી મળશે.