Site icon Revoi.in

GPSC દ્વારા વન વિભાગની રવિવારે યોજાનારી પરીક્ષામાં કોરોના સંક્રમિત ઉમેદવારો માટે અલગ વ્યવસ્થા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબ હળવા કર્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબના બની ગયા છે. બીજીબાજુ સરકારે ભરતી માટેની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. રાજ્યભરમાં આવતીકાલ તા.20મીને રવિવારે લેવાનારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા કોરોના સંક્રમિત ઉમેદવારો પણ આપી શકશે એવો નિર્ણય જીપીએસસી દ્રારા લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આવા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા અલગ રૂમમાં કરવામાં આવશે ત્યાં એક બેચમાં માત્ર એક ઉમેદવારને જ બેસાડવામાં આવશે. કોરોના સંક્રમિત ઉમેદવારે શનિવાર સાંજ સુધીમાં આ માટે ની જાણકારી આપીને રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં પરીક્ષા લેવાશે રાજકોટમાં અલગ–અલગ ૫૪ કેન્દ્રમાં સવાર અને બપોરના સમયમાં પરીક્ષા લેવામાં આવશે રાજકોટ કેન્દ્રમાં ૧૨૩૬૫ ઉમેદવારો નોંધાયા છે પરીક્ષા કામગીરીમાં જોડાયેલા કેન્દ્ર સંચાલક આયોગના પ્રતિનિધિ સુપરવાઇઝર વગેરેને કલેકટર કચેરીમાં તાલીમ આપવામાં આવી હતી.