Site icon Revoi.in

સુરતમાં ટોપ ચેમ્પિયન્સ લીગ સિઝન 4 માં શાઈનિંગ સ્ટાર્સ વિજેતા, લેજન્ડ્સ રનર અપ

Social Share

સુરત, 15 એપ્રિલ 2026: એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સુધી રમાયેલ TCL (ટીમ ક્રિકેટ લીગ) સુરત સિઝન 4 સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનો સુંદર સમન્વય જોવા મળ્યો.

આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ લેજન્ડ, પોલીસ ટીમ, શક્તિ ટીમ, શાઈનિંગ સ્ટાર્સ, ડોમિનેટર્સ, સ્ટેલર સ્ટ્રાઈકર્સ અને પ્રીતિ જોશી ટીમ જેવી 8 ટીમોએ ઉત્સાહપૂર્વક પોતાની રમત રજૂ કરી.

ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં “શાઈનિંગ સ્ટાર્સ” ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી, જ્યારે “લેજન્ડ્સ” ટીમ રનર અપ રહી. બંને ટીમોએ ઉત્તમ રમત દેખાડી અને દર્શકોનું દિલ જીતી લીધું.

આ પ્રસંગે TCL ની સ્થાપક નિમિષા શાહે આ સિદ્ધિને ગૌરવભર્યો ક્ષણ ગણાવ્યો અને જણાવ્યું કે TCL ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું તેમનું સ્વપ્ન છે. તેમણે ઉમેર્યું કે આ પ્લેટફોર્મ મહિલાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા અને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

ખાસ વાત એ રહી કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ નોન-પ્રોફેશનલ હોવા છતાં ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો અદભૂત હતો. ગૃહિણીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને વિવિધ ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાબિત કર્યું કે ક્રિકેટ માત્ર રમત નથી, પણ એક જુસ્સો છે.

Exit mobile version