Site icon Revoi.in

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન હાઈ હીલ્સ પહેરવી જોઈએ કે નહીં, જાણો કેમ…..

Social Share

દરેક છોકરીઓને હીલ્સ પહેરવાનું પસંદ હોય છે. તેનાથી ઊંચાઈ સારી લાગે છે અને દેખાવ પણ સારો લાગે છે. જો કે દરેક વસ્તું પહેરવા માટે એક ઉંમર અને સમય હોય છે. કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થામાં હાઈ હીલ્સ પહેરે છે. પરંતુ શું તેઓએ આવું કરવું જોઈએ ? ગર્ભાવસ્થા દરમિયાન ઘણા ઉતાર-ચડાવ આવતા હોવાથી હાઈ હીલ્સ પહેરવી કેટલી સુરક્ષિત છે, ચાલો એક્સપર્ટ પાસે સમજીએ….

એક્સપર્ટ અનુસાર, ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકને ખવડાવા લઈ જવા સુધી હીલ પહેરવાનું ટાળવું જોઈએ. આના પાછળ કોઈ સાઈન્ટિફિક કારણ નથી, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું વજન વધી જાય છે, આ સમયગાળા દરમિયાન હીલ પહેરવાથી સંતુલન બગડી શકે છે અને આના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજા આવી જાય છે. એવામાં હીલ્સના કારણે ઘૂંટણના દૂખાવા અને સોજા વધી જાય છે. વધારે સમય સુધી હીલ્સ પહેરવાથી કમરના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન હીલ્સ પહેરવાથી પગમાં દુખાવો વધી શકે છે. ઘણા મામલામાં દુખાવો ઘુંટણ સુધી જ થઈ શકે છે. એટલા માટે ગર્ભાવસ્થામાં હીલ્સ ખુબ કાળજીપૂર્વક પહેરવા જોઈએ. જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે હીલ્સ સાથે બાળકને ખોળામાં લઈને ચાલવામાં સમસ્યા થઈ શકે છે. એટલા માટે જ્યા સુધી બાળક ચાલતું ના થઈ જાય ત્યા સુધી હીલ્સ પહેરવાનું ટાળવું જોઈએ.