Site icon Revoi.in

આજે 37 વર્ષે પણ 20 જેવી લાગતી શ્રદ્ધા કપૂરે જણાવ્યા બ્યુટી સીક્રેટ્સ, રોજ સવારે કરે છે આ કામ

Social Share

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર એ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાનું રૂટિન શેર કર્યું હતું. શ્રદ્ધા કપૂર એ જણાવ્યું હતું કે તે શક્ય હોય ત્યાં સુધી સેલ્ફ કેર પર ફોકસ કરે છે. સૌથી પહેલા તો ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ સિવાય તે મેડીટેશન કરવા પર પણ ધ્યાન આપે છે. શ્રદ્ધા કપૂર એ કહ્યું હતું કે કલાકો સુધી મેડીટેશન કરતી નથી પણ તે સમય મળે ત્યારે મેડીટેશન કરવાનો પ્રયત્ન કરે છે. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે તે મેડીટેશન કરે છે.

શ્રદ્ધા કપૂર એ તેના મોર્નિંગ સ્કીન કેર રૂટીન વિશે જણાવતા કહ્યું હતું કે, તે સવારે જાગીને યોગ કરે છે. ત્યાર પછી સ્કીન કેર માટે તે ચહેરાને ક્લિન કરી મોઇશ્ચુરાઇઝર અને સનસ્ક્રીન લગાડે છે. તેણે કહ્યું હતું કે આમ કરવાથી તેની સ્કીન સાફ અને હાઇડ્રેટ રહે છે.

શ્રદ્ધા કપૂર એ ઉમેર્યું હતું કે તેનું કામ એવું છે કે રોજ એક સરખું રૂટિન એકસરખા સમયે ફોલો કરી શકાતું નથી પરંતુ તે સમય અને સંજોગ અનુસાર સ્કીન કેર જરૂરથી કરે છે. શ્રદ્ધા કપૂર અને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. ઈંસ્ટાગ્રામ પર 89 મિલિયન ફેન્સ તેને ફોલો કરે છે. શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ સ્ત્રી 2 માં જોવા મળશે. શ્રદ્ધા કપૂરે બોલીવુડમાં અત્યાર સુધીમાં સ્ત્રી સહિતની અનેક ફિલ્મો દર્શકોએ પસંદ કરી છે.

Exit mobile version