Site icon Revoi.in

કોરોનાની અસરઃ ભારતમાં સોનાના માથા દીઢ વપરાશમાં થયો નોંધપાત્ર ઘટાડો

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમ છતા જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડસ રિપોર્ટ અનુસાર આ સમયગાળામાં સોનાની માગમાં 19.2 ટકાનો વધારો થયો હતો. સોનાની ગ્રાહક માગ ગયા વર્ષની સરખામણીએ 12 ટકાથી વધુ વધી છે.

ગ્રાહક માગ ગયા વર્ષે 63.8 ટન હતી જે ચાલુ વર્ષે ત્રણ મહિનાના સમયગાળામાં વધીને 76.1 ટન થઈ હતી. જો કે પ્રી- કોવિડની સ્થિતિ એટલે કે 2019ના વર્ષના જૂન મહિનાના ત્રિમાસિક ગાળાથી હજુ પણ બે તૃત્યાંશ ઓછી છે. 2019ના જૂન ત્રિમાસક ગાળામાં ભારતમાં 213.2 ટન માંગ હતી. આ ઉપરાંત ભારતમાં સોનાના માથા દીઠ વપરાશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઇઓ સોમસુંદરમ પીઆરના જણાવ્યા અનુસાર ભારતમાં જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ જવેલરીની ડિમાન્ડ 55.1 ટકા અને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ માગ 21 ટન રહી. એપ્રિલથી જૂન 2021ના સમયગાળામાં ભારતે 120.4 ટન સોનાની આયાત કરી હતી. જયારે ગયા વર્ષે એપ્રિલથી જૂન મહિનામાં કોરોનાને કારણે ભારતે માત્ર 10.9 ટન સોનું જ આયાત કર્યું હતું. જો કે તેની સામે 2019માં ભારતે આ ત્રિમાસિક ગાળામાં 247.4 ટન ગોલ્ડ આયાત કર્યું હતું.

2019 જૂન ત્રિમાસક ગાળામાં ભારતમાં સોનાની ડિમાન્ડ 213.2 ટન, 2020માં 63.8 ટન અને 2021માં 76.1 ટન રહી હતી. આવી જ રીતે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વર્ષ 2019માં 44. 5 ટન, 2020માં 19.8 ટન અને 2021માં 21 ટન રહી હતી. ત્રિમાસિક ગાળામાં વર્ષ 2019માં 168.6 ટન,2020માં 44 ટન અને 2021માં 55.1 ટન ગોલ્ડ જવેલરી ડિમાન્ડ રહી છે. ભારતમાં વાર્ષિક માથા દીઠ સોનાનો વપરાશ ઘટી રહ્યો છે.

(Photo-File)