Site icon Revoi.in

સિંગર અરિજિત સિંહની માતાનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચાલી રહી હતી સારવાર

Social Share

કોલકતાઃ જાણીતા સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે કોલકતાની હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે થોડા દિવસોથી ECMO પર હતા અને તેની હાલત પણ નાજુક હતી. ગુરુવારે સવારે  તેમનું અવસાન થયું હતું. અરિજિત સિંહ તેની માતાની નજીક હતો.

અરિજિતની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચારને અભિનેત્રી સ્વાસ્તિકાએ પુષ્ટિ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સ્વાસ્તિકાએ લખ્યું હતું કે,અરિજિત સિંહની માતા માટે  A -બ્લડની જરૂર છે. તે Amri Dhakuria  માં એડમિટ છે. ફિલ્મ નિર્માતા શ્રીજીત મુખર્જીએ પણ લોકોને વિનંતી કરી હતી. તેણે બંગાળીમાં ટ્વિટ કરીને અરિજિત સિંહની માતાની મદદ માંગી હતી.

અરિજિત સિંહના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 2005 થી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે સિંગિંગ રિયાલિટી શો ફેમ ગુરુકુલમાં ભાગ લીધો હતો. જો કે, આનાથી તેને વધુ નામ ખ્યાતિ મળી નથી. અરિજિતે તેની જર્નીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ફિલ્મ આશિકી 2 નાં તુમ હી હો ગીતથી તેને ઓળખ મળી.

Exit mobile version