Site icon Revoi.in

લગ્ન વાચ્છુક કુંવારા યુવાને કન્યાની શોધ માટે અપનાવ્યો ગજબનો આઈડિયા…..

Social Share

ભોપાલઃ ભારતમાં લગ્નનું વિશેષ મહત્વ છે. દરેક છોકરી અને છોકરો ઈચ્છે છે કે તેમના લગ્ન થાય. બંનેના લગ્ન માટે એક ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. કોઈના લગ્ન ન થાય તો પાડોશીઓ સાથે સંબંધીઓ ટોણા મારવા લાગે છે. મધ્યપ્રદેશના દમોહમાં રહેતા એક ત્રીસ વર્ષના યુવક સાથે આવું જ કઈંક બન્યું છે.

એક ત્રીસ વર્ષીય શખ્સ છે જેને લગ્ન નથી થયા. તે ઈ-રિક્ષા ચલાવે છે. તેના લગ્ન નથી થયા તો તેણે અદભૂત ઉપાય કર્યો છે. તેણે પોતાની ઈ-રિક્ષામાં એક મોટું હોડિંગ લગાવ્યું છે. જેમાં તેને પોતાની બધી ડિટેલ આપી છે. આ હોડિંગમાં તેને શિક્ષણ, હાઈટ, બ્લડ ગ્રુપ વગેરે લખી રાખ્યું છે. તે ઈ-રિક્ષા લઈને સમગ્ર શહેરમાં ફરે છે.

તે ઈ-રિક્ષાને જ્યા જાય છે, લોકો હોડિંગમાં લખેલી વાતો વાંચવા લાગે છે. હાલ શહેરમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ કોઈ સબંધ આવતો નથી. તેનું કહેવું છે કે, તે 30 વર્ષનો થઈ ગયો છે પણ કોઈ સબંધ આવતો નથી. તેની ઈચ્છા છે કે લગ્ન થઈ જાય. એટલા માટે તે આવું કરવા માટે મદબૂર બન્યો છે.

હોડિંગમાં તેણે એક ખાસ વાત લખી છે, તેને લખ્યું છે કે લગ્ન માટે કોઈ જાતિ કે ધર્મનો પ્રતિબંધ નથી. કોઈ પણ જાતિ કે ધર્મની છોકરી કે તેના પરિવારના લોકો લગ્ન માટે પ્રસ્તાવ લઈને આવી શકે છે.