Site icon Revoi.in

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યાં ?

Social Share

અમદાવાદઃ પાકિસ્તાન જીંદાબાદના નારા સાથેનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો ગુજરાતના કચ્છ જિલ્લાનો હોવાનું મનાઈ રહ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા બનેલા ઉમેદવારના સમર્થકો દ્વારા આવા નારા લગાવવામાં આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના દુધઈ ગામનો એક કથિત વીડિયો જે રેલીમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ બોલતો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાકિસ્તાન જિંદાબાદ નારા લગાવતા વીડિયો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં ફરતો થયો છે. જો આ વીડિયો સાચો છે તો આખરે કોણ છે આ દેશના દુશ્મનો જે ભારતમાં રહીને દુશ્મન દેશના જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. કચ્છ અને પાકિસ્તાન સરહદી વિસ્તારથી જોડાયેલો હોય છે, જેથી બંનેને તાર એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ આખરે જાહેરમાં આવુ કહેવાની હિંમત ક્યાંથી આવી. સમગ્ર વીડિયોને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ વીડિયો ક્યાં છો અને કોણ નારા લગાવતું હતું તેની તપાસ શરૂ કરી છે.

Exit mobile version