Site icon Revoi.in

નાના ભૂલકોને જ્ઞાન સાથે ગમ્મત કરી શકે તેવા ચિત્રો-ચાર્ટ સાથે ઉભી કરાઈ સ્માર્ટ આંગણવાડીઓ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણમાં સુધારા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઉંચી ફી વસુલતી ખાનગી શાળાઓ છોડીને લાખો વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને સુંદર વાતાવરણ મળી રહે તે માટે સ્માર્રટ આંગણવાડી કેન્દ્રો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરમાં સુંદર સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો ઉભા કરાયાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભેંસાણ તાલુકાના માંડવા ગામે મનરેગા હેઠળ નિર્માણ પામેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી કેન્દ્રમાં આકર્ષક ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી છે. સાથે જ નાન ભૂલકાઓને પસંદ પડે તેવા રંગબેરંગી ચિત્રો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત આંગણવાડી સંલગ્ન અદ્યતન સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

આવી જ રીતે વિસાવદરના મોટા કોટડા ગામે નવનિર્મિત સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનરેગા યોજના હેઠળ તૈયાર કરાયેલા આ સ્માર્ટ આંગણવાડીમાં નાના ભૂલકાઓ જ્ઞાન સાથે ગમ્મત કરી શકે તેવા ચિત્રો-ચાર્ટ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સ્માર્ટ આંગણવાડીમાં નાના ભૂલકાઓને સાનુકૂળ વાતાવરણ મળી રહે  તે તેવા ધ્યેય સાથે આ આંગણવાડી તૈયાર કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધરવાની સાથે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પુરતી સુવિધાઓ મળી રહે તે દિશામાં કામગીરી કરી રહી છે. અનેક સરકારી સ્કૂલોમાં સ્માર્ટ સ્કૂલો ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં લોકોનું અંગ્રેજી માધ્યમ તરફ આકર્ષણ વધતા અમદાવાદ જેવા મોટા શહેરોમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ શરૂ કરવામાં આવી છે.