Site icon Revoi.in

દીકરો વેદાંત પોતાની ક્ષમતાથી પોતાની ઓળખ બનાવવામાં માને છેઃ આર.માધવન

Social Share

મુંબઈઃ એક્ટર આર માધવન હોલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શૈતાન’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થઈ અને આર માધવનના પાત્રે પ્રેક્ષકોની ઘણી પ્રશંસા મેળવી છે, અભિનેતાના દેખાવે દર્શકોને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કર્યા છે. દર્શકો આર માધવનના ડરામણા અવતારના વખાણ કરી રહ્યા છે અને ફિલ્મ જોવાની તેમની ઉત્સુકતા સાતમા આસમાને પહોંચી ગઈ છે. દરમિયાન આર માધવને ખુલાસો કર્યો હતો કે, પોતે પુત્ર વેદાંતને બીજા બધા કરતા અલગ માને છે અને પરિવારવાદની ચર્ચા વચ્ચે, તે અને તેની પત્ની ફિલ્મ ઉદ્યોગમાં અન્ય સ્ટાર કિડ્સ સાથે તેની સરખામણીને લઈને ખૂબ નિરાશ છે. અભિનેતાનું માનવું છે કે વેદાંત પોતાની ક્ષમતાથી પોતાની ઓળખ બનાવવામાં માને છે.

અભિનેતાએ જણાવ્યું હતું કે, કહ્યું કે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલા મીમ્સ અને પોસ્ટ્સને જુએ છે. જો કે, તે આવા મીમ્સને સપોર્ટ કરતો નથી. એક બાળકની બીજા સાથે સરખામણી કરવામાં અમને અફસોસ થાય છે. જુઓ, મીમ્સ હસવા અને માણવા માટે છે. જો કે, હું આને બિલકુલ સમર્થન આપતો નથી. મને લાગે છે કે આ મીમ્સ ક્યારેક ઘણા લોકોને ઘણું નુકસાન પહોંચાડે છે. સેલિબ્રિટીનું બાળક બનવું સરળ નથી. તે તેના મોટાભાગના મિત્રો કરતાં ઘણું સારું કરી રહ્યો છે. માધવનનો પુત્ર વેદાંત એક સ્વિમર છે, જેણે દુનિયાભરમાં ઘણા મેડલ જીત્યા છે. તેણે 48મી જુનિયર નેશનલ એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જીત્યા હતા. ગયા વર્ષે તેણે મલેશિયન ઓપનમાં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આર માધવનની આ વર્ષે ચાર ફિલ્મો રિલીઝ થશે. ફિલ્મ ‘શૈતાન’ સિવાય આર માધવન ફિલ્મ ‘ટેસ્ટ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ એક્ટ્રેસ નયનથારા જોવા મળશે. આ સાથે આર માધવનની તમિલ ફિલ્મ ‘અધિરાષ્ટસાલી’ અને ‘જીડી નાયડુ બાયોપિક’માં પણ કામ કરી રહ્યો છે.