Site icon Revoi.in

કોહલી સાથેના વિવાદ વચ્ચે પ્રથમવાર બોલ્યા સૌરવ દાદા, કહ્યું – વિરાટ ઝઘડા બહુ કરે છે

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી અને BCCI વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને BCCIએ વિરાટ કોહલીને સૂકાનીપદેથી પણ હટાવી દીધો છે અને તેના સ્થાને રોહિત શર્માને વનડે ટીમનું સૂકાનીપદ સોંપવામાં આવ્યું છે.

ખાસ કરીને સૌરવ દાદા અને વિરાટ કોહલી વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. બંને વચ્ચેના વિવાદથી ક્રિકેટ જગત પણ ચોંકી ગયું છે. હવે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી સાથેના વિવાદ વચ્ચે તેને લઇને એક મોટું નિવેદન આપ્યું છે.

વિવાદ વચ્ચે BCCI પ્રમુક સૌરવ ગાંગુલી પહેલીવાર વિરાટ કોહલીને લઇને ખુલીને બોલ્યા છે. એક કાર્યક્રમ દરમિયાન વિરાટ વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યું કે, વિરાટ કોહલી એક આક્રમક ખેલાડી છે અને તેનું વલણ પણ સારું છે. જો કે ઝઘડા બહુ કરે છે.

જ્યારે ગાંગુલીને તણાવ વિશે પૂછવામાં આવ્યું કે, તેમના જીવનમાં શું તણાવ છે ત્યારે ગાંગુલીએ રમૂજભર્યા અંદાજમાં જવાબ આપ્યો હતો કે, જીવનમાં માત્ર પત્ની અને ગર્લફ્રેન્ડ જ તણાવ આપે છે.

છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે અને BCCIએ મોટો નિર્ણય લેતા વિરાટ કોહલીને ODI ટીમના સુકાનીપદેથી હટાવી દીધો છે અને રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે. ત્યારે ગાંગુલીએ કહ્યું હતું કે, તેણે પોતે જ વિરાટને ટી 20ની કેપ્ટનશીપ છોડવાની મનાઇ કરી હતી. મહત્વનું છે કે, વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.

વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેનો કોઈએ સંપર્ક કર્યો નથી. તેમ જ કોઈએ કેપ્ટનશિપ છોડવાની ના પાડી.

નોંધનીય છે કે, વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે 95 મેચ રમી છે, જેમાં 65માં જીત અને 27માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી હતી અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ તે પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા માટે એકપણ ICC ટ્રોફી જીતી શક્યો ન હતો. તેમને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, T20 વર્લ્ડ કપ 2021માં, પાકિસ્તાને તેની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું. તે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો.