Site icon Revoi.in

ભારતનું ગૌરવ: પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ ફળ્યો હતો. ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની બિંગજિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઇ છે. સિંધુએ અગાઉ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુએ ચીનની ખેલાડીને 21-13 અને 21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

ગેમ દરમિયાન પીવી સિંધુએ આક્રમક શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ગેમમાં શરૂઆતથી જ સિંધુ બિંગજિયાઓ પર લીડ બનાવી હતી. અંતે સિંધુએ 21-13થી પ્રથમ સેટ પોતાના નામે કરી લીધો હતો.

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆતના બીજા દિવસે વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂને સિલ્વર મેડલ મળ્યો હતો. ત્યારબાદ 10માં દિવસે સિંધુએ ભારતને મેડલ અપાવ્યો છે. ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં બીજો મેડલ મળ્યો છે.

આપને જણાવી દઇએ કે ભલે પીવી સિંધુ ગોલ્ડ મેડલ ના મેળવી શકી હોય પરંતુ તેણે ઓલિમ્પિકમાં શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. તેણે ચીનની શટલર બિંજગિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે. આ સાથે સિંધુએ ઇતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા એથ્લીટ બની ગઇ છે. વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો.

નોંધનીય છે કે, પીવી સિંધુ પોતાના સેમિફાઇનલ મુકાબલામાં તાઈ વિરુદ્ધ રંગમાં જોવા મળી નહીં. તેથી આ ઓલિમ્પિકમાં પ્રથમવાર તેણે કોઈ ગેમ ગુમાવી હતી. દુનિયાની નંબર વન શટલર સામે હાર્યા બાદ હવે તે બ્રોન્ઝ મેડલ મેચમાં વર્લ્ડ નંબર 9 માટે ઉતરી હતી. ચીનની બિંગજિયાઓ ડાબા હાથથી રમનારી ખેલાડી છે. પરંતુ સિંધુ વિશ્વ રેન્કિંગમાં નંબર સાત પર છે.