Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયન ઑપનમાં હાર બાદ સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું, ચાહકો નિરાશ

Social Share

નવી દિલ્હી: સ્ટાર ખેલાડી સોનિયા મિર્ઝાના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હવે કદાચ તેના ચાહકો સાનિયા મિર્ઝાને ટેનિસ કોર્ટમાં રમતા જોઇ નહીં શકે. હકીકતમાં, સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસને લઇને મોટું એલાન કર્યું છે. આપને જણાવી દઇએ કે ગત વર્ષે સાનિયાએ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, હવે ભારતીય સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાં હાર બાદ સાનિયા મિર્ઝાએ કહ્યું કે 2022ની આ સિઝન તેના માટે અંતિમ છે. રમતગમતના ક્ષેત્રે સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે. તેના સંન્યાસના એલાનથી ચાહકો પણ નિરાશ છે.

સાનિયાએ સંન્યાસની જાહેરાત કરતા લખ્યું કે, આ સિઝન મારા માટે અંતિમ જ રહેશે. હું એક એક સપ્તાહ રમી રહી છું અને એનાથી અજાણ છું કે સમગ્ર સિઝન રમી શકીશ કે નહીં. જો કે મારી ઇચ્છા તો એ છે કે હું આખી સિઝન રમી શકું.

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાનિયા મિર્ઝા અને યુક્રેનની તેમની સાથી નાદિયાએ પ્રથમ જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે સોનિયા હજુ ગ્રેન્ડસ્લેમના મિક્સ્ડ ડબલ્સમાં અમેરિકાના રાજીવ રામ સાથે હિસ્સો લેશે.

Exit mobile version