Site icon Revoi.in

શાંત રહો અને મૌન રહો – આ છે તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Social Share

કેટલાક લોકોની નોકરી એવી હોય છે જેમાં તેમને બસ બોલ બોલ કરવાનું હોય છે, અથવા કેટલાક લોકોની આદત હોય છે કે તેમને બોલવું વધારે ગમતું હોય છે. આવામાં જે લોકો વધારે બોલ બોલ કરતા હોય છે તેમની તબિતય અને સ્વાસ્થ્ય પણ વધારે જોખમાય છે અને શરીરમાં તંદુરસ્તી તથા તેઓ સ્વસ્થ પણ રહેતા નથી.

આવામાં જાણકારો એવું કહે છે કે જે લોકો વધાર સમય શાંત રહે છે અને મૌન રહેવાનું વધારે પસંદ કરે છે તેમનું સ્વાસ્થ્ય અને શરીર બંન્ને સારૂ રહે છે.

થોડીવાર મૌન રહેવાથી શરીર અને મન બંનેને શાંતિ અને આરામની અનુભૂતિ થાય છે. જ્યારે મૌન રહો છો, ત્યારે તે એકાગ્રતા અથવા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. બાળકો માટે એકાગ્રતામાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.

હ્રદયની કોઈ સમસ્યા હોય, તો ખૂબ મોટેથી બોલવાનું ટાળો. જો વધુ પડતી વાત કરો છો તો થાક લાગશે, તો પછી તમારા હૃદયમાં પીડા અનુભવી શકો છો. જેટલું ઓછું બોલો તેટલું હૃદય માટે ફાયદાકારક છે. જ્યારે મોટેથી અને મોટેથી વાત કરો છો, ત્યારે તે હૃદયના ધબકારા વધારી શકે છે. તેનાથી હાર્ટ એટેક કે અન્ય હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

Exit mobile version