Site icon Revoi.in

ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બાજરીનું ઉત્પાદન અને વપરાશ વધારવા પગલા લેવાશે

Social Share

નવી દિલ્હીઃ નીતિ આયોગ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ) એશિયા અને આફ્રિકામાં બાજરી (બરછટ અનાજ)ને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘મેપિંગ એન્ડ એક્સચેન્જ ઑફ ગુડ પ્રેક્ટિસ’ નામની પહેલ શરૂ કરશે. આ ઈવેન્ટ 19 જુલાઈ, 2022ના રોજ ઓનલાઈન અને હાઈબ્રિડ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે.

નીતિ આયોગ અને WFP ભારત અને વિદેશમાં બરછટ અનાજના વપરાશ અને ઉત્પાદનને વધારવા માટે અસરકારક પગલાંનો સારાંશ તૈયાર કરશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરી કરશે. તેમની સાથે નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદ અને સલાહકાર ડૉ. નીલમ પટેલ, WFPના પ્રતિનિધિ અને નિયામક-ભારત શ્રી બિશા પરાજુલી, નેશનલ રેઈનફેડ એરિયા ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. અશોક દલવાઈ અને કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી શુભા ઠાકુર ઉપસ્થિત રહેશે.

ICAR, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ઉદ્યોગ, કેન્દ્રીય અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ, FPOs, NGO, સ્ટાર્ટ-અપ્સ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ અને અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધ માટે આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંસ્થા (ICRISAT) આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ જેમ કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO), ઈન્ટરનેશનલ કમિશન ઓન ઈરીગેશન એન્ડ ડ્રેનેજ (ICID) વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.