Site icon Revoi.in

કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે વૈષ્ણોદેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા , આ વસ્તુઓ પર લગાવી રોક

Social Share

દિલ્હીઃ કોરોના વાયરસ ફરી એક વખત દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 90 હજારથી વધુ કેસ નોંધાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કડક પગલા ભરવાનું નક્કી કર્યું છે

કોરોનાના ફેલાવાને જોતા માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે માતા વૈષ્ણો દેવી તીર્થમાં પ્રસાદ ચડાવવાની પરંપરા બંધ કરી દીધી છે અને પૂજારીઓ દ્વારા ભક્તોને તિલક કરવા પર રોક લગાવવામાં આવી છે. જો કે,યાત્રા પર રોક લગાવવામાં આવી નથી. અને ભક્તો માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 96,982 નવા કેસ નોંધાયા છે. અને 446 લોકોનાં મોત નિપજ્યા છે.ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,26,86,049 થઇ છે. અને અત્યાર સુધીમાં 1,65,547 લોકોએ જીવ ગુમાવ્યો છે.

(દેવાંશી)