Site icon Revoi.in

JEE મેઈન્સની પરીક્ષા આપવા ભાઈ ચપ્પલમાં મોબાઈલ સંતાડીને આવ્યો અને પછી…

Student came to give JEE Mains exam with mobile hidden in slippers

Student came to give JEE Mains exam with mobile hidden in slippers

Social Share

ભિલાઈ, 6 એપ્રિલ, 2026 – JEE મેઈન્સની પરીક્ષામાં ચોરી કરવાના એક હાઈટેક પ્રયાસનો કિસ્સો બન્યો છે. જોકે, પરીક્ષા કેન્દ્રમાં હાજર એક સિક્યોરિટી ગાર્ડની સચોટ નજર અને તેની ફરજપરસ્તીને કારણે વિદ્યાર્થીની પોલ ખૂલી ગઈ અને તે ઝડપાઈ ગયો.

મીડિયા અહેવાલો અનુસાર છત્તીસગઢના ભિલાઈમાં JEE Mains 2026 દરમિયાન આદિત્ય સિંહ નામના એક વિદ્યાર્થીએ તેના ચપ્પલમાં મોબાઈલ સંતાડીને પરીક્ષામાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે પકડાઈ ગયા બાદ તેની સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

મેટલ ડિટેક્ટરમાં કેમ ન પકડાયો?

અહેવાલ મુજબ આ ઘટના બીજી એપ્રિલ, 2026ની છે. ભિલાઈની એક કૉલેજના પરીક્ષા કેન્દ્રમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી NAT દ્વારા JEE Mainsની પરીક્ષા યોજાઈ રહી હતી. અન્ય પરીક્ષાર્થીઓની સાથે આદિત્ય કુમાર અર્થાત આદિત્ય સિંહ પણ પરીક્ષા આપવા આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં દાખલ થતા પહેલાં મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવાનું હતું ત્યારે તેણે ચાલાકીથી તેના ચપ્પલ ઉતારી નાખ્યા હતા પરિણામે મેટલ ડિટેક્ટરમાં ઝડપાયા વિના પસાર થઈ શક્યો હતો.

તો પછી કેવી રીતે પકડાયો?

પ્રાપ્ત અહેવાલ અનુસાર આ વિદ્યાર્થી પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન વૉશરૂમ ગયો હતો. જોકે ત્યાંથી પરત આવતા કૉલેજની લૉબીમાં તહેનાત સલામતી ગાર્ડની નજર તેના ઉપર પડી તો તેને શંકા ગઈ. કેમ કે, આદિત્ય સિંહ પગ ઉપાડ્યા વિના પગ ઢસડીને ચાલતો હતો અને થોડો લંગડાતો પણ હતો. સલામતી ગાર્ડને શંકા જતાં તેણે ફરજ પરના અન્ય અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીના ચપ્પલની તપાસ કરવામાં આવતા તેમાંથી મોબાઈલ નીકળ્યો હતો.

Exit mobile version