Site icon Revoi.in

સાઉથ સુપરસ્ટાર પ્રભાસનો આજે જન્મદિવસ, જાણો તેમના રિલ અને રિયલ સફરની કેટલીક વાતો

Social Share

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના સુપર  સ્ટાર પ્રભાસ અને બાહુબલીથી નવી ઓળખ મેળવનાર અભિનેતાનો આજે 44 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1979ના રોજ ચેન્નાઈમાં થયો હતો.તેમનું પૂરું નામ ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે. તેમના પિતા ફિલ્મ નિર્માતા ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ રાજુ અને માતા શિવા કુમારી હતી.  હૈદરાબાદની નાલંદા કોલેજમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો.

પ્રભાસ ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતો હોય પરંતુ તેમ છતાં તે ક્યારેય હીરો બનવા માંગતો ન હતો. ખરેખર, પ્રભાસ ખાવા-પીવાનો શોખીન છે, તેથી તે ઈચ્છતો હતો કે તે હોટલનો બિઝનેસ કરે. પરંતુ તેના પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે પ્રભાસ ફિલ્મી દુનિયામાં તેની કારકિર્દી બનાવે.

પ્રભાસે ખાસ કરીને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2002માં ફિલ્મ ‘ઈશ્વર’થી ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2003 માં તેમણે ફિલ્મ ‘રાઘવેન્દ્ર’માં મુખ્ય અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2005માં તેણે ફિલ્મ ‘ચકરમ’ અને એસએસ રાજામૌલીની ‘છત્રપતિ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી

પ્રભાસની ફિલ્મ બાહુબલી તેની કારકિર્દીની 18મી ફિલ્મ હતી. બાહુબલી ફિલ્મથી સમગ્ર ભારતનો સ્ટાર બન્યા બાદ પ્રભાસની ફેન ફોલોઈંગ અનેકગણી વધી ગઈ હતી. આ ફિલ્મ પછી 6 હજાર છોકરીઓએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે, એવું કહેવાય છે કે પ્રભાસના પરિવારે તેમના સંબંધોને ફાઈનલ કરી દીધું છે. વર્ષ 2020 માં, પ્રભાસે હૈદરાબાદ નજીક સ્થિત કાઝીપલ્લી ફોરેસ્ટ રિઝર્વને દત્તક લીધું. 2 કરોડ રૂપિયા દાન કર્યા બાદ પ્રભાસ હવે તે જંગલની તમામ જવાબદારીઓ ઉપાડી લે છે. તે જંગલ 1650 એકરમાં ફેલાયેલું છે. પ્રભાસે આ જંગલ તેના પિતાના નામે દત્તક લીધું છે.