દિલ્હી: ભારતીય રાજનીતિમાં કેટલીક મહિલાઓએ પોતાની ફરજ એવી રીતે બજાવી છે કે જેને લોકો વર્ષો વર્ષ યાદ રાખશે, અને એવામાં એક નામ છે ભારતીય રાજનીતિના એક નેતા સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજે પોતાની રાજકીય કારકીર્દીમાં એવી રીતે ફરજ બજાવી છે કે તેમનું જીવન દરેક ભારતીય મહિલા માટે પ્રેરણાદાયક સમાન છે. જો સુષ્મા સ્વરાજ વિશે વાત કરવામાં આવે તો વર્ષ 2019માં તેમનું હાર્ટ એટેકના કારણે 67 વર્ષની વયે તેમનું નિધન થઈ ગયુ પણ આ પહેલા તેમણે જે કામ કર્યા છે તેને કોઈ ભૂલી શકે નહી. ઈન્દિરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ ભારતના વિદેશ પ્રધાન તરીકે પદ સંભાળનાર બીજા મહિલા છે. તેઓ 2006 થી 2009 સુધી ભારત-ઇઝરાઇલ સંસદીય મિત્રતા જૂથના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
જો સુષ્મા સ્વરાજની જીવનની સફળતા વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો વર્ષ 1969-70માં હરિયાણા રાજ્યમાં સતત ત્રણ વર્ષ અને પંજાબ યુનિવર્સિટીમાં એક માટે સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને એસ ડી કોલેજ,અંબાલા કેન્ટમાં ત્રણ વર્ષ સુધી સર્વશ્રેષ્ઠ કેડેટ જાહેર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તેમણે એસડી કોલેજ,અંબાલા કેન્ટમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની માટેનો ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. આ પછી, વર્ષ 1973માં સ્વરાજ ભારતના સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.
તેમણે પોતાની મહેનત અને સખત પરીશ્રમથી હરિયાણામાં 1987માં શ્રમ અને રોજગારીના કેબિનેટ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે હરિયાણા સરકાર, કેબિનેટ પ્રધાન, શિક્ષણ, ખાદ્ય અને નાગરિક પુરવઠા તરીકે સેવા આપી હતી.
21 ડિસેમ્બર, 2009ના રોજ, સુષ્મા સ્વરાજ લોકસભામાં બીજેપી સંસદીય પક્ષના નેતા તરીકે નિયુક્ત થયા હતા અને તે નીચલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા બન્યા હતા. આ ઉપરાંત વિધાનસભાથી 16મી લોકસભામાં ફરી ચૂંટાયા હતા, જ્યાં તેમણે લોકસભાની ચૂંટણીમાં 400,000 મતોથી કોંગ્રેસના લક્ષ્મણસિંહને હરાવ્યો હતો.
16 ફેબ્રુઆરી, 2016 ના રોજ, તેમની કેન્દ્રીય કેબિનેટ પ્રધાન, વિદેશ મંત્રાલય તરીકે નિમણૂંક કરવામાં આવી. જો કે છેલ્લે છેલ્લે તો તેમણે એટલે કે સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ઉપરાંત તેઓ 2019ની લોકસબા ચૂંટણી પણ નહોતાં લડ્યાં. અને પછી થોડા સમયમાં એવા સમાચાર આવ્યા કે ભાજપના વરિષ્ઠ નેતાને 67 વર્ષની ઉંમરે હાર્ટ અટેક આવ્યો અને દિલ્લી AIIMS ખાતે નિધન થયું.