Site icon Revoi.in

તમિલનાડુમાં લોકડાઉનને લંબાવવામાં આવ્યુ, 24 મે થી એક અઠવાડિયા સુધી પ્રતિબંધ

Social Share

ચેન્નાઈ: તમિલનાડુમાં કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકડાઉનને ફરીવાર લંબાવવામાં આવ્યું છે. તમિલનાડુની સરકાર દ્વારા 24 મે થી એક અઠવાડિયા સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે અને કડક પ્રતિબંધો દરમિયાન જીવન-જરૂરીયાત વાળી વસ્તુઓને ખુલ્લી રાખવા માટે છૂટ આપવામાં આવી છે.

લોકડાઉનમાં ફાર્મસી, પશુની દવા માટેની ફાર્મસી, દૂધનો સપ્લાય, ન્યૂઝપેપર અને પાણીના સપ્લાયર્સોને છુટ આપવામાં આવી છે.

ચેન્નાઈ શહેર અને તમામ જિલ્લાઓમાં સંબંધિત સ્થાનિક સંસ્થાઓ અને નિગમના સહયોગથી તમામ જિલ્લાઓમાં ફળ બાગાયત વિભાગ દ્વારા સામાન્ય લોકો માટે જરૂરી શાકભાજી વાહનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમાચાર અને મીડિયા કંપનીઓ રાબેતા મુજબ કાર્ય કરી શકે છે.

આવતીકાલે માત્ર એક જ દિવસ માટે તમામ દુકાનને આજે રાત્રે 9 વાગ્યા સુધી અને સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આજે અને આવતીકાલે ખાનગી અને સરકારી બસોને મુસાફરી કરવાની છૂટ રહેશે.