Site icon Revoi.in

TCS નાસિક વિવાદ: પીડિતાએ વર્ણવી આપવીતી; હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી અને છેડતીનો ઘટસ્ફોટ

TCS Nashik controversy: Victim narrates ordeal; Indecent comments on Hindu gods and goddesses and molestation revealed

TCS Nashik controversy: Victim narrates ordeal; Indecent comments on Hindu gods and goddesses and molestation revealed

Social Share

નાસિક, 21 એપ્રિલ, 2026-  TCS નાસિક વિવાદમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે અન્ય એક પીડિતાએ એફઆઈઆર કરાવતી વખતે પોતાની આપવીતી વર્ણવી છે. આ મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, ટીસીએસના મુસ્લિમ કર્મચારીઓ અને સિનિયર મુસ્લિમ અધિકારીઓ માત્ર હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા હતા એટલું જ નહીં પરંતુ શારીરિક છેડતી પણ કરતા હતા. અમુક મુસ્લિમ સહકર્મીઓ તો સાથળ ઉપર હાથ મૂકી દેતા તો કેટલાક સાડી પણ ખેંચતા હતા.

આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના મહારાષ્ટ્રના નાસિક યુનિટમાં ધર્માંતરણના પ્રયાસ અને મહિલાઓના ઉત્પીડન મામલે મુખ્ય આરોપી સહિત 9 લોકો પર FIR નોંધાઈ છે અને 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન પીડિત મહિલા કર્મચારીએ પોતાની આપવીતી જણાવી છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે મુસ્લિમ આરોપીઓ પૂછતા હતા કે, “શું મહાદેવ ભગવાન છે? શું ગણેશ ખરેખર મહાદેવના પુત્ર છે?” દેવી પાર્વતીના ચરિત્ર વિશેની ટિપ્પણીઓ સહિત હિન્દુ દેવી-દેવતાઓ વિશે તેઓ સતત વાંધાજનક વાતો કરતા હતા.

આ પણ વાંચોઃ રેપિડો બુક કરાવવાનાં જોખમ, જાણો એક બદમાશ રેપિડો ડ્રાઈવરે યુવતીને શું કહ્યું?

મુસ્લિમ સિનિયરે ‘પ્લેયર’ નિકનેમ આપ્યું હતું

પીડિત મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં ખુલાસો કર્યો કે આરોપી રઝા મેનને તેનું નિકનેમ ‘પ્લેયર’ રાખ્યું હતું. જ્યારે પણ તે ઓફિસ આવતી ત્યારે રઝા તેને ‘પ્લેયર’ કહીને જ બોલાવતો હતો. તે કહેતો, “શું ચાલી રહ્યું છે, પ્લેયર? કામ નથી યોગ્ય રીતે નથી થતું? જો તને કોઈ તકલીફ હોય તો મને જણાવી દેજે.”

પીડિતાએ જણાવ્યું કે આ વર્ષે માર્ચમાં ગુડી પડવાના દિવસે રઝાએ તેની સાડી ખેંચી હતી. મહિલાએ કહ્યું કે, “અમારો પવિત્ર તહેવાર હતો અને તેથી હું સાડી પહેરીને આવી હતી. જ્યારે હું લોબીમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે પેન્ટ્રીની બિલકુલ સામે મને લાગ્યું કે કોઈએ મારો પાલવ ખેંચ્યો છે. પાછળ ફરીને જોયું તો પાલવ રઝાના હાથમાં હતો. મેં તરત જ પાલવ ખેંચી લીધો, જેના પર તેણે મારી સામે ખરાબ નજરે જોઈને સ્મિત આપ્યું હતું.”

આ પણ વાંચોઃ આતંકી શાહીનનો દોરીસંચાર અને ટીસીએસની એચઆર નિદા ખાન દ્વારા અમલ?

‘વારંવાર પાસે આવીને બેસી જતો હતો’

પીડિતાએ પોલીસને જણાવ્યું કે આ દરમિયાન આસિફ અંસારી નામનો અન્ય ટીમનો કર્મચારી વારંવાર તેની પાસે આવીને બેસી જતો હતો. ત્યારબાદ તે જાણીજોઈને મારો હાથ પકડતો અને શરીરના અન્ય ભાગોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો તેમજ અશ્લીલ કમેન્ટ્સ કરતો હતો. એકવાર તેણે કહ્યું, “તારું તો ઝીરો ફિગર છે.”

તેણે આગળ જણાવ્યું કે અનેકવાર ના પાડ્યા પછી પણ આ ઉત્પીડન અટક્યું નહીં અને ઓનલાઈન શરૂ થઈ ગયું. આસિફ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા લાગ્યો હતો. જ્યારે પીડિતાએ તેને બ્લોક કર્યો તો તેણે પૂછ્યું, “હું તારો સંપર્ક કેવી રીતે કરું?” ત્યારે પીડિતાએ કહ્યું કે જે કહેવું હોય તે ઓફિસમાં કહેજે.

આ પણ વાંચોઃ અમૃતા ફડણવીસનો દાવો: એક્સિસ બેંકમાં પણ TCS જેવું જ થયું હતું

હિન્દુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી

પીડિતાના જણાવ્યા મુજબ, આસિફે ત્યારબાદ લિંક્ડઈન પર મેસેજ કર્યા પરંતુ ત્યાં પણ તેને નજરઅંદાજ કરવામાં આવ્યો. આ ઉપરાંત આસિફ હિન્દુ દેવી-દેવતાઓ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરતો હતો. જ્યારે મહિલાએ આનો વિરોધ કર્યો તો તેણે કામ પર આના ખરાબ પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.

 

Exit mobile version