1. Home
  2. Agency
  3. News
  4. રેપિડો બુક કરાવવાનાં જોખમ, જાણો એક બદમાશ રેપિડો ડ્રાઈવરે યુવતીને શું કહ્યું?
રેપિડો બુક કરાવવાનાં જોખમ, જાણો એક બદમાશ રેપિડો ડ્રાઈવરે યુવતીને શું કહ્યું?

રેપિડો બુક કરાવવાનાં જોખમ, જાણો એક બદમાશ રેપિડો ડ્રાઈવરે યુવતીને શું કહ્યું?

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 20 એપ્રિલ, 2026 – બેફામ શહેરીકરણની સાથે છેલ્લા થોડાં વર્ષમાં કૉલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત યુવાન-યુવતીઓ તેમના પરિવારથી અલગ રહેવા લાગ્યા છે. શહેરોમાં આ માટે છેલ્લા થોડાં વર્ષમાં PG સેન્ટરોમાં બેફામ વધારો થયો છે. આવાં પીજી સેન્ટરોના કેટલા ન્યૂસન્સ છે એ વિશેના સમાચાર રોજેરોજ શહેરના કોઈને કોઈ ખૂણેથી જોવા જાણવા મળે છે, ત્યાં હવે રેપિડો નામે ટુવ્હીલર ઉપર સસ્તામાં કૉલેજ અથવા નોકરીના સ્થળે પહોંચવાનું ચલણ સાવ સામાન્ય થઈ ગયું છે. મધ્યવર્ગની મહિલાઓના મોંએ પણ હવે રેપિડો શબ્દ સતત રમતો રહે છે.

પરંતુ આ બધું કેટલું જોખમી હોય છે અથવા જોખમી બની શકે છે તેના કિસ્સા પણ હવે લગભગ રોજેરોજ જોવા-સાંભળવા-વાંચવા મળે છે.

એ સાચું કે, દરેક રેપિડો ડ્રાઈવર બદમાશ નથી હોતા. એ પણ સાચું કે દરેક યુવતી કે મહિલા સાથે રેપિડોવાળા છૂટછાટ લેવાનો પ્રયાસ નથી કરતા. પરંતુ સાથે એ પણ હકીકત છે કે, કેટલાક તો આવા હોય છે જેને કારણે યુવતીઓ કે મહિલાઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે. અથવા તેમણે બદમાશ રેપિડો ડ્રાઈવરો દ્વારા હેરાનગતિનો ભોગ બનવું પડી શકે.

આવો જ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે જેમાં એક યુવતીએ તેની આપવીતી કશું બોલ્યા વિના માત્ર ઈન્સ્ટાગ્રામ દ્વારા જાહેર કરી છે.

આ યુવતીએ રેપિડો ડ્રાઈવર દ્વારા તેને મોકલવામાં આવેલા મેસેજના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધા છે જેથી અન્ય છોકરીઓને, યુવતીઓને, મહિલાઓને સાવધાન કરી શકાય. અને આશ્ચર્યજનક રીતે તેના સોશિયલ મીડિયામાં બીજી ઘણી યુવતીઓએ કહ્યું છે કે, તેમની સાથે પણ આવું થઈ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટ વિરુદ્ધ આક્રોશ, બાહોશ હિન્દુઓ શું કરી રહ્યા છે, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવતી બાઈક પર પાછળ બેઠેલી જોવા મળે છે અને ટેક્સ્ટ લખ્યું છે, ‘રેપિડો બાઈક બુક કરી લઉં છું, શું થઈ જશે?’ એટલે કે યુવતીને એવું હતું કે બાઈક બુક કરાવવામાં કોઈ વાંધો નહીં આવે.

 

View this post on Instagram

 

A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)

પરંતુ, ત્યારબાદ મેસેજના જે સ્ક્રીનશોટ દેખાય છે તે ચોંકાવનારા છે:

બાઈક ચાલકે રાત્રે યુવતીને મેસેજ કર્યો. જ્યારે યુવતીએ પૂછ્યું કે કોણ છે, ત્યારે તેણે જણાવ્યું કે તે રેપિડો વાળો છે.

ત્યારબાદ તે યુવતીની છેડતી કરતા મેસેજ કરવા લાગ્યો: “તમે ખૂબ ક્યૂટ છો, ટ્રેડિશનલ કપડામાં સારા લાગતા હતા, તમારી ઉંમર કેટલી છે?”

યુવતીએ તેને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે તે ‘પોતાના કામથી કામ રાખે’, તેમ છતાં તે માન્યો નહીં.

હદ તો ત્યારે થઈ જ્યારે તેણે યુવતીને બીજા દિવસે 4 વાગ્યે મળવા માટે પૂછ્યું. અંતે યુવતીએ તેને બ્લોક કરી દીધો.

આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે ટેક્નોલોજીના યુગમાં પણ મહિલાઓની સુરક્ષા સામેના પડકારો યથાવત્ છે. આ કિસ્સામાં બાઈક ચાલકે ગ્રાહકના ડેટાનો (મોબાઈલ નંબર) ગેરકાયદે ઉપયોગ કર્યો છે, જે એક ગુનાઈત માનસિકતા દર્શાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code