Site icon Revoi.in

સુરતમાં શિક્ષકોએ હવે હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવા જવું પડશે

Social Share

સુરતઃ શહેરમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનને શુ કરવું તે સમજ પડતી નથી તેમ લાગી રહ્યુ છે.  તાજેતરમાં સુરતમાં મહાનગરપાલિકાએ શિક્ષકોને સ્મશાન ગૃહોમાં ફરજ સોંપાઈ હતી. મૃતદેહ ગણતરી માટે કર્મચારી સાથે શિક્ષકો પણ હાજર રહેશે તેવું કહ્યું હતું, આ નિર્ણયનો રાજ્યભરના શિક્ષકોમાં રોષ ફાટી નીકળતા અંતે નિર્ણય પાછો ખેચવો પડ્યો હતો. શિક્ષકો કામ વગરના બેસી રહે તે મ્યુનિ.કોર્પોરેશનના કંત્રને આંખના કણાની જેમ ખૂંચતુ હોય તેમ હવે શિક્ષકોને  હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવાનું બીજું કામ સોંપાયું છે. શિક્ષકોને સોપાતા આડેધડ કામગીરીને લઈ ફરીવાર વિવાદ ઉભો થયો છે.

સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક છે.  દર્દીઓને  ટેસ્ટથી લઈને સારવાર અને અંતિમવિધિ તમામમાં ફાંફા પડી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકારે તાજેતરમાં જ શનિવાર અને રવિવારના રોજ સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ કર્યો  હતો. ત્યારે આ વચ્ચે શિક્ષકોના માથા પર મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. હાલ શાળા બંધ હોવાથી શિક્ષકો ઓનલાઈન ક્લાસ કરાવી રહ્યાં છે. આ વચ્ચે સુરતમાં શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી અપાઈ હતી. જેનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ શિક્ષકોને સ્મશાન ભૂમિમાં કોરોનાના મૃતદેહોની ગણતરીનું કામ સોંપાયું હતું.  વિરોધ થતા નિર્ણય પાછો ખંચવો પડ્યો હતો. હવે શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવાનું બીજું કામ સોંપાયું છે. શિક્ષકોને સોપાતા આડેધડ કામગીરીને લઈ ફરીવાર વિવાદ ઉભો થયો છે.  શિક્ષકો માટે આ જવાબદારી આકરી બની રહી છે. કોરોના દર્દીઓ વચ્ચે શિક્ષકોને મોકલવું કેટલું યોગ્ય છે.