Site icon Revoi.in

શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,ટી20માં હાર્દિક પંડ્યા અને વનડેમાં રોહિત શર્મા કેપ્ટન

Social Share

મુંબઈ:શ્રીલંકા સામેની T20 અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી છે.હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે.રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.

 ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર

બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.કેપ્ટન રોહિત શર્મા હજુ અંગૂઠાની ઈજામાંથી સાજો થયો નથી, તેથી તે સીધો જ વનડે સિરીઝમાં વાપસી કરશે.આ સિવાય વિરાટ કોહલીને બ્રેક મળ્યો છે, જ્યારે કેએલ રાહુલે પણ લગ્ન માટે બ્રેક લીધો છે.

ટી20 ટીમમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ આવ્યા છે, જેમાં સૂર્યકુમાર યાદવને તેના પ્રદર્શનનું પુરસ્કાર આપવામાં આવ્યું છે અને તેને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.જ્યારે શિવમ માવી, મુકેશ કુમારને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. ઉમરાન મલિક, અર્શદીપ સિંહ

વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તમામ સિનિયર ખેલાડીઓ આ ટીમનો એક ભાગ છે, કારણ કે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે.પરંતુ અહીં સૌથી મોટા સમાચાર એ છે કે,ટીમ ઈન્ડિયાએ ઋષભ પંતને ફરી એકવાર તક આપી નથી.તેને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને હવે ફરી એકવાર કુલચા એટલે કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

શ્રીલંકાનો ભારત પ્રવાસ-

• પ્રથમ T20: 3 જાન્યુઆરી, મુંબઈ

• બીજી T20: 5 જાન્યુઆરી, પુણે

• ત્રીજી T20: 7 જાન્યુઆરી, રાજકોટ

 

• પ્રથમ વનડે: 10 જાન્યુઆરી, ગુવાહાટી

• બીજી વનડે: 12 જાન્યુઆરી, કોલકાતા

• ત્રીજી વનડે: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

 

Exit mobile version