Site icon Revoi.in

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ – દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક જોવા મળી

Social Share

મુંબઈ- છેલ્લા કેટલાક સમયથી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજરોજ ફઆઈનલી આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે, આ સાથે જ દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક પણ જોવા મળી છે.

આ સાથે જ  પઠાણફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. શાહરૂખ ખાનની આ બિગ બજેટ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. પઠાણના મેકર્સ દ્વારા રિલીઝ ડેટની જાહેરાતનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દીપિકા અને જ્હોનનો લૂક સામે આવ્યો છે.

વીડિયોના છેલ્લા ભાગમાં શાહરૂખ ખાનનો પડછાયો અને તેનો દમદાર અવાજ સંભળાય છે. યશ રાજ ફિલ્મ્સના પ્રોડક્શન હેઠળ બનેલી પઠાણ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ છે.

ટીઝરમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે પઠાણને ઈન્ટ્રોડ્યૂઝ કરાવી છે. ટીઝરની શરૂઆત જ્હોન અબ્રાહમના સાહસિક સંવાદથી થાય છે. શાહરૂખ ખાનના ફેન્સની સામે પઠાણનું ટીઝર ખુશી છવાઈ ગઈ છે, હવે દર્શકો આ ફિલ્મ જોવાને લઈને ઉત્સાહીત બન્યા છે.

આ ટિઝર શેર કરતા અભિનેચા શાહરુખ લખે છે કે,મને ખબર છે કે મોડૂ થઈ ગયું છે,પરંતુ ડેટ યાદ રાખજોપઠાણનો ટાઈમ શરુ રહ્યો છે.25 જાન્યુઆરી 2023ના રોજ તમારા સાથે મુલાકાત થશે.આ ફિલ્મ હિંદી ,તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ થઈ રહી છે

Exit mobile version