Site icon Revoi.in

તેલંગાણામાં 10 દિવસનું લોકડાઉન જાહેર, માત્ર 4 કલાક જ મળશે છૂટ

Social Share

હૈદરાબાદઃ કોરોનાના વધતા કેસને પગલે હવે તેલંગાણામાં પણ આગામી 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આજે એટલે મંગળવારે તેલંગાણાના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધતા જતા કેસોને કારણે આવતીકાલે એટલે કે બુધવારથી તેલંગાણામાં 10 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

લોકડાઉન દરમિયાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 4 કલાકની છૂટછાટ આપવામાં આવી છે,આ દરમિયાન તમામ બહારનું કામ કરી લેવાનું છે. તેલંગાણા ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં લોકડાઉન અમલમાં છે

કોરોનાના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના  3,29,517 નવા કેસ નોંધાયા છે. તો 3,879 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. આ દરમિયાન કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતમાં રાહતના સમાચાર સામે આવ્યા છે.

હકીકતમાં,પાછલા મહિનામાં વધતા જતા સંક્રમણની વચ્ચે આજે ઘણા દિવસો પછી પોઝિટિવિટીનો દર 20 ટકાથી નીચે નોંધાયો છે. સ્વાસ્થ્ય  મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ આજે દેશનો એકંદરે પોઝિટિવિટી દર 17.83 ટકા નોંધાયો છે.