Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા સામે અધ્યાપક મંડળનો ઉગ્ર વિરોધ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજ જે અમદાવાદ શહેરમાં વર્ષોથી ચાલી રહી છે કોલેજોના સંચાલકોએ વર્ગ બંધ કરવા મંજૂરી માગી છે .જેને લઇને ગ્રાન્ટેડ અધ્યાપક મંડળે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી કે, ત્રણ ગ્રાન્ટેડ કોલેજ બંધ થશે તો ત્રણ કોલેજના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ 1200ની જગ્યાએ 30,000 થી 40,000 ભરીને ખાનગી કોલેજમાં ભણવું પડશે..

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાની જેમ હવે ગ્રાન્ટેડ કોલેજોએ પણ કોલેજ બંધ કરવા યુનિવર્સિટીને અરજી કરી રહ્યા છે. ગ્રાન્ટેડ કોલેજો પાસે કરોડો રૂપિયાની મિલ્કતો હોવાથી સંચાલકોને કોલેજ ચલાવવા કરતા મિલ્કતો વેચીને કરોડો રૂપિયા કમાવવાનો હેતુ હોય છે. અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સહજાનંદ કોલેજ તથા પી.ટી ઠક્કર કોલેજે કોલેજ બંધ કરવા દરખાસ્ત કરી છે, જોકે આ કોલેજની મંજૂરી આપવામાં આવી નથી પરંતુ કોલજો બંધ થાય તો ભવિષ્યમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ તથા 50 જેટલા અધ્યાપકોને તેની અસર પડી શકે છે, જેને લઈને અધ્યાપક મંડળે કોલેજ બંધ કરવા NOC ના આપવા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજુઆત કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને અધ્યાપકોએ એવી રજુઆત કરી હતી, ત્રણ કોલેજ બંધ થાય તો તેમાં અત્યારે 2000 વિદ્યાર્થીઓની જગ્યા છે તે જગ્યાએ અત્યારે 1200 રૂપિયા ફીમાં ભણાવવામાં આવે છે.આ સ્કૂલમાં મધ્યમ વર્ગ અને તેનાથી નીચેના વિદ્યાર્થીઓ વધુ ભણે છે તો તેવા વિદ્યાર્થીઓને હવે 30,000 થી 40,000 ફી ભરીને ખાનગી કોલેજોમાં ભણવુ પડશે તથા કોલેજના 50 જેટલા ગ્રાન્ટેડ અધ્યાપકો જે છે તેની જગ્યાઓ ભવિષ્યમાં નહીં રહે એટલે વિદ્યાર્થી અને અધ્યાપક બંનેને નુકસાન થશે. આ અંગે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે ત્રણ  કોલેજોએ વર્ગ બંધ કરવા મંજૂરી માંગી હતી તેને મંજૂરી આપવામાં આવી નથી.એડમિશન પ્રક્રિયાની સીટમાં જે કોલેજના નામ તથા જેટલી બેઠક હશે તેમ એડમિશન આપવાના જ રહેશે.