Site icon Revoi.in

કોરોનાને પગલે કેન્દ્રીય સરકાર ચિંતિત, ડો. માંડવિયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓની બોલાવી બેઠક

Social Share

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વધતી સંભાવનાઓ વચ્ચે કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવિયાએ 20 ડિસેમ્બરે બધા જ હેલ્થ મિનિસ્ટરોની મિટિંગ બોલાવી છે. કોરોના મહામારી ફરી એક વાર દેશમાં માથુ ઉચકી રહ્યું છે. સિંગાપુર, અમેરિકા અને ચીન જેવા ઘણા દેશોમાં વિનાશ કર્યા બાદ નવા વેરીએંટ જેએન-1 એ દેશમાં દરવાજો ખખડાવ્યો છે. કેરળમાં આ નવા વેરીએંટની પુષ્ટિકરણ બાદ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કર્ણાટક સરકારે માસ્ક પહેરવાની સલાહ આપી છે.

મહામારીની વધતી સંભાવનાઓની વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવિયાએ 20 ડિસેમ્બરે બધા જ હેલ્થ મિનિસ્ટરોની મિટિંગ બોલાઈ છે. કેંન્દ્રના આંકડા મુજબ કેરળ રાજ્યમાં કોરોનાના કેસ અઠવાડિયામાં ત્રણ ઘણા વધી ગયા છે.

કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવિયાએ દેશમાં વધતા કેસ અને શ્વાસ સંબંધિત બીમાર લોકોની સંખ્યા વધતી જોઈ 20 ડિસેમ્બરે ચર્ચા કરવા માટે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેરળમાં કોરોનાના મામલા સાથે સાથે મૃત્યુંના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે.

રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના સુત્રો દ્વારા કહેવાય છે કે, કેન્દ્રને મોકલેલા આંકડા અનુસાર, કેરળમાં કોરોનાના દરરોજના મામલા એક અઠવાડિયામાં લગભગ ત્રણ ગણા થઈ ગયા છે. જ્યારે 1 થી 17 ડિસેમ્બર સુધી 10 લોકો મૃત્યું પામ્યા છે. સરકારની ચિંતા નવા વેરિએંટ જેએન 1 ને લઈને છે. હાલમાં જ કેરળમાં એક 79 વર્ષીય મહિલામાં જોવા મળ્યો છે. આ કોરોનાનો સૌથી નવો વેરીએંટ છે. જે સિંગાપુર, અમેરિકા અને ચીન જેવા ઘણા દેશોમાં વિનાશ સર્જ્યો છે.