Site icon Revoi.in

ચોટીલાનું મંદિર વધુ 10 દિવસ માટે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય

Social Share

રાજકોટ: ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે હવે મંદિરોના પ્રશાસન દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર નજીક આવેલા ચોટીલા મંદિરને પણ હવે 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાના મોટા અન્ય મંદિરોમાં પણ હાલ કોરોનાવાયરસના સંક્રમણને અટકાવવા માટે ભક્તોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કોરોનાવાયરસના વધતા સંક્રમણને રોકવા માટે ચોટીલા મંદિર પ્રશાસન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મહત્વની વાત એ છે કે ભારતમાં કોરોનાવાયરસી બીજી લહેરના કારણે સરકાર દ્વારા તો કડક પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ લોકો દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યુ છે.

આ પ્રકારના તકેદારી અને સરાહનીય વર્તનથી કોરોનાવાયરસના સંક્રમણને રોકવામાં જલ્દી સફળતા મળી શકે છે. હાલ રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં આશિંક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે પણ આગળ જતા વધારે સતર્ક રહેવાની સંભાવનાઓ પણ જાણકારો દ્વારા દર્શાવવામાં આવી છે.