Site icon Revoi.in

કોરોના મહામારીને પગલે નવા પાસપોર્ટની અરજી કરનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

Social Share

અમદાવાદઃ ભારત ઉપરાંત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો હતો. જેથી ભારત દ્વારા વિમાની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોનાને પગલે હવાઈ સેવાઓ બંધ હોવાથી પ્રવાસનને મોટો ફટકો પડ્યો છે. તેમજ નવા પાસપોર્ટ, રીન્યુ પાસપોર્ટ તથા પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટની સંખ્યામાં પણ 50 ટકા ઘટાડો થયો છે. વર્ષ 2019માં 6.97 હજાર લોકોએ નવા પાસપોર્ટ, રિન્યુ પાસપોર્ટ તથા પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ માટે પ્રક્રિયા કરી હતી. જ્યારે વર્ષ 2020માં આ સંખ્યા ઘટીને 3.19 લાખ પર પહોંચી છે.

પ્રાદેશિક પસપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય વિમાની સેવાને કોરોનાના કારણે અસર થતા પાસપોર્ટની સંખ્યામાં ઘટાડો થયો છે. વેપાર-ધંધાર્થીઓ બિઝનેસ ટુરે જઈ શકયા ન હતા તેજ વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુસર વિદેશ જઈ શકતા ન હતા. ઉનાળાના વેકેશનમાં જ લોકડાઉન આવ્યુ હતું એટલે પ્રવાસ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. દિવાળીની રજાઓમાં પણ લોકો વિદેશ પ્રવાસે જઈ શકયા ન હતા. લોકડાઉન વખતે પાસપોર્ટ સેવા પણ સંપૂર્ણ બંધ હતી જે જૂનના બીજા સપ્તાહમાં શરુ થઈ હતી. પ્રારંભીક દિવસોમાં સામાન્ય સમય કરતા અર્ધા અરજદારોને જ એપોઈન્ટમેન્ટ આપવામાં આવતી હતી. તેમાં તબકકાવાર વધારો થયો હતો અને હવે કાર્યવાહી નોર્મલ થઈ છે. હાલ 4200 પાસપોર્ટ અરજદારોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે જે અગાઉ સામાન્ય દિવસોમાં 5000માં આપવામાં આવતી હતી.