Site icon Revoi.in

ભારતીય સેનાની વિરતાને કારણે જ આજે દેશ સુરક્ષિતઃ અમિત શાહ

Social Share

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારકાધીશના દર્શન કર્યાં બાદ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સેનાના માધ્યમથી જ આજે દેશ સુરક્ષિત છે. ભારતે તટીય સુરક્ષા માટે એક ચોક્કસ નીતિ બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

તેમણે જણાવ્યુ કે, વર્ષ 2018માં જ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીને મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના દ્રઢ નિશ્ચયથી એકેડમીનું નિર્માણ થયુ છે. તટીય સુરક્ષાને અભેદ્ય કિલ્લો બનાવવાનું કામ મોદી સરકારે કર્યુ છે. મોદી સરકારના રાજમાં દરિયાકિનારાઓ સુરક્ષિત થયા છે. અમિત શાહે જણાવ્યુ કે વર્ષ 2018માં જ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીને મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના દ્રઢ નિશ્ચયથી એકેડમીનું નિર્માણ થયુ છે. તટીય સુરક્ષાને અભેદ્ય કિલ્લો બનાવવાનું કામ મોદી સરકારે કર્યુ છે.  મોદી સરકારના રાજમાં દરિયાકિનારાઓ સુરક્ષિત થયા છે.

અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, દ્વારકા એટલે દેશનો પ્રવેશ દ્વાર. દ્વારકામાં નેશનલ એકેડમી શરુ કરવી એક પડકાર હતો. તેમણે જણાવ્યુ હતુ કે હવે સેનાના માધ્યમથી જ દેશ સુરક્ષિત છે. તટીય સુરક્ષા વધ્યા બાદ દુશ્મનોના દાંત ખાટા થઇ ગયા છે. ભારતે તટીય સુરક્ષા માટે એક ચોક્કસ નીતિ બનાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે હવાઈ માર્ગે જામનગર આવ્યાં હતા અને ત્યાંથી તેઓ બાય રોડ દ્વારકા ગયાં હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

Exit mobile version