Site icon Revoi.in

સુરતના ચકચારભર્યા બાળકી પરના રેપ અને હત્યાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી

Social Share

સુરતઃ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરતમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાના બનાવમાં કોર્ટે આરોપીને ફોસીની સજા ફટકારી છે, સુરત શહેરના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપીને આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે મંગળવારે કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, માત્ર એક મહિનાની અંદર એટલે કે 29 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી હોય એવો ગુજરાતના ઈતિહાસનો પહેલો ચુકાદો છે.

સુરતના પાંડેસરા-વડોદમાં મહિના અગાઉ અઢી વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં 38 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવી આરોપી સામેનો ચુકાદો આજે મંગળવારના રોજ સુધી મુલત્વી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.  સુરતના ચકચારભર્યા કેસમાં સરકારી વકિલે ધારદાર દલીલો કરી હતી કે, આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય.

બળાત્કાર અને હત્યા કેસનો આરોપી ગુડ્ડુ યાદવને સોમવારે કોર્ટમાં લવાયો હતો . આ દરમિયાન આરોપી ગુડ્ડુ કોર્ટની અંદર અને બહારની કસ્ટડીમાં હતો ત્યારે ગુનાના લીધે તે પસ્તાતો હોય એવુ એના ચહેરા પર જરાય લાગતું નહતું.જ્યારે સજા સાંભળ્યા બાદ આરોપીની આંખ છલકાઈ હતી

આ બનાવમાં આરોપીને દબોચી લીધા બાદ પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રજુ કરી દીધી હતી અને સરકાર પક્ષે દિવસમાં જ ટ્રાયલ પુરી કરી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા. સરકાર પક્ષની દલીલ હતી કે સજા ગેરબંધારણીય નથી. આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની કેટેગરીમાં આવે છે. જેથી તેને ફાંસીની જ સજા કરવી જોઇએ.