Site icon Revoi.in

વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત 9મી માર્ચે યોજાશે

Social Share

નવી દિલ્હીઃ આગામી 9મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. વર્ષ-2024ની આ પહેલી લોક અદાલત છે. લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બીલ્સ, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયકપગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો સહિત અન્ય દિવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે.

લોક અદાલતમાં મુકવા માંગતા કેસો માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવો, સમાધાનથી તેમજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ સિટિંગ દ્વારા વિવિધ પ્રકારના કેસોનું નિરાકરણ કરાશે