Site icon Revoi.in

આ દિવસે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ,જાણો ભારતમાં ક્યાં દેખાશે અને કેટલી અસર રહેશે

Social Share

દિલ્હી : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૈશાખ અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ સૂર્યગ્રહણ સવારે 7.04 થી શરૂ થશે અને બપોરે 12.29 સુધી ચાલશે. જ્યોતિષના મતે સૂર્યગ્રહણ ન તો ભારતમાં દેખાશે અને ન તો ભારતમાં રહેતા લોકો પર તેની કોઈ અસર પડશે.

આ વખતેનું સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બનવાનું છે કારણ કે આ સૂર્યગ્રહણ ત્રણ સ્વરૂપમાં જોવા મળશે, જેમાં આંશિક, સંપૂર્ણ અને વલયાકાર સૂર્યગ્રહણનો સમાવેશ થશે. વૈજ્ઞાનિકોએ તેને હાઇબ્રિડ સોલર એક્લિપ્સ નામ આપ્યું છે. હાઇબ્રિડ સૂર્યગ્રહણ 100 વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.

આંશિક સૂર્યગ્રહણ – જ્યારે ચંદ્ર સૂર્યના નાના ભાગની સામે આવે છે અને પ્રકાશને અવરોધે છે, ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે.

વલયાકાર સૂર્યગ્રહણ – જ્યારે ચંદ્ર સૂર્યની મધ્યમાં આવે છે અને પ્રકાશને અવરોધે છે, ત્યારે ચારેબાજુ એક તેજસ્વી પ્રકાશ વર્તુળ રચાય છે, તેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.

સંપૂર્ણ સૂર્યગ્રહણ- જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, જેના કારણે પૃથ્વીનો એક ભાગ સંપૂર્ણ રીતે અંધારું થઈ જાય છે, ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાય છે.

હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે

આંશિક, કુલ અને વલયાકાર સૂર્યગ્રહણનું મિશ્રણ છે. આ સૂર્યગ્રહણ લગભગ 100 વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. આ સૂર્યગ્રહણ સમયે પૃથ્વીથી ચંદ્રનું અંતર ન તો વધારે હોય છે કે ન ઓછું હોય છે.

ક્યાં-ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ 

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ કંબોડિયા, ચીન, અમેરિકા, માઈક્રોનેશિયા, મલેશિયા, ફિજી, જાપાન, સમોઆ, સોલોમન, બેરુની, સિંગાપોર, થાઈલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, તાઈવાન, પાપુઆ ન્યુ ગીની, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ હિંદ મહાસાગર અને દક્ષિણ માત્ર પેસિફિક મહાસાગર જેવા સ્થળોએ જ દેખાશે.