Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાર રસ્તાનું નામ લતા મંગેશકરના નામ ઉપર રખાશે

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, સ્વર્ગીય ભારતરત્ન લતા મંગેશકરના નામ ઉપર ચાર રસ્તાનું નામ રાખવામાં આવશે. આમ ભારતના મહાન સિંગર સાચ્ચી શ્રદ્ધાંજલી આપવામાં આવશે.

સીએમ યોગીએ કહ્યું કે, તેમની સરકારનો આ સંકલ્પ છે જે જરૂર પુરુ કરવામાં આવશે. અયોધ્યાની ધરતી ઉપરથી લતા મંગેશકરને પુરુ સન્માન આપવામાં આવશે. સીએમ યોગીની આ જાહેરાત બાદ પીએમ મોદીએ તેમના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે લોકો અયોધ્યાના રામ મંદિર આવશે ત્યારે લોકો લતા મંગેશકરજીના ભજનને પણ યાદ કરશે. જે તમામને ગર્વની અનુભુતી કરાવશે.

લતા મંગેશકરને સૌથી મોટુ સન્માન મુંબઈમાં આપવામાં આવશે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, મુંબઈ યુનિવર્સિટીના ક્લીના કેમ્પસમાં લતા મંગેશકરના નામ ઉપર એક મ્યુઝીક એકાડમીની સ્થાપના કરવામાં આવશે. જે માટે સરકાર રૂ. 1200 કરોડનો ખર્ચ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના જાણીતા ગીતકાર લતા મંગેશકરજીનું તાજેતરમાં જ નિધન થયું હતું. લતા મંગેશકરના નિધનથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કલાકારો, અભિનેતા સહિતના મહાનુભાવો પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલી પાઠવી હતી. મુંબઈમાં જ લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ લતા મંગેશકરના અંતિમ દર્શન કર્યાં હતા.