Site icon Revoi.in

ગુજરાતના દરેક જિલ્લામાં સાયબર પાલીસ સ્ટેશન શરૂ કરવા સરકારને દરખાસ્ત કરાશેઃ DGP

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઉભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એચ.કે.કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ડીજીપી આશિષ ભાટીયા અને શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યાં હતાં. સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થતાં પોલીસ અને લોયર કેવી રીતે સાથે મળીને કામ કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઊભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે. સાયબર ક્રાઇમમાં ફાઇનાન્સિયલ ફ્રોડ વધારે થાય છે. ત્યારે ફ્રોડ થાય પછી પૈસા રિકવર કરવા મુશ્કેલ છે. ત્યારે સાયબર ક્રાઇમના કેસમાં આરોપી નહીં પણ પૈસા રિકવર થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 26 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં સાયબર ક્રાઈમ સેલને સફળતા મળી છે. દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નથી.અગાઉ દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ મંજુર કરવામાં આવ્યા નહોતા. જિલ્લાને બદલે રેન્જ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા હતા. હાલ 10 જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. જિલ્લા અને રેન્જ મળી કુલ 24 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવા સરકારને દરખાસ્ત કરીશું. ફેસિલિટી અને ટ્રેનિંગ મળે તે જરૂરી છે.

ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં ત્રણ વર્ષ પહેલાં ક્રીપ્ટો બેઝ પોન્જી સ્કીમમાં લોકો લાલચાયા હતા. આ પોન્જી સ્કીમમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 35 કરોડની ક્રીપ્ટો કરન્સી સિઝ કરી બેન્કના લોકરમાં રાખી છે. સિઝ કરેલી ક્રિપ્ટો કોર્ટ હસ્તગત છે. અત્યારે સિઝ કરેલી ક્રીપ્ટો કરન્સીની કિંમત 350 કરોડે પહોંચી છે. અમે કોર્ટને રિકવેસ્ટ કરી છે કે આ પૈસાને યુટીલાઈઝ કરવામાં આવે..આ ઉપરાંત રાજ્યમાં જીપીઆઈડી એકટમાં 350 કરોડની પ્રોપર્ટી જપ્ત થયેલી છે જે કોર્ટની પાસે છે.