Site icon Revoi.in

એસ.જયશંકરની બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ કરાશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર 4 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેમની અંગ્રેજી બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિ ‘નવા ભારતની રણનીતિ’નું લોકાર્પણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરએ લખેલી બુક ‘The India Way: Strategies for an Uncertain World’નો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ પુસ્તરનું નામ ‘નવા ભારતની રણનીતિ’ રાખવામાં આવ્યું છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આ બુકનું લોકાર્પણ અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિચાર મંચ, ફાઉન્ડેશન ફોર પબ્લિક અવેયરનેશ એન્ડ પોલીસી તથા આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જે.બી.ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુસ્તક નવા ભારતની રણનીતિનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ પુસ્તકના લેખક વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર વક્તવ્ય આપશે.