Site icon Revoi.in

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

Social Share

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ ટીમ (એસઆઈટી) અને ફેક્ટ ફાઈડિંગ કમિટીની રચના કરી છે.

વિદેશ મંત્રીએ પંજાબ સરકારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 58 ગેરકાયદે અજન્ટો સામે 25 એફઆઈઆર નોંધાઈ છે. જેમાં 16 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયામામાં વિવિધ કેસમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં એક તસ્કરને ઝડપી લેવામાં સફળતા મળી છે.

અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા લોકો વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જયશંકરે જણાવ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ થોડા વર્ષો પહેલા એક માનવ તસ્કરી વિરોધી સેલની રચના કરી હતી. હવે માનવ તસ્કરીના કેસો તેની તપાસના દાયરામાં આવે છે. NIA એ માનવ તસ્કરીના 27 કેસ નોંધીને તપાસ કરી છે. આ તપાસના પરિણામે 169 ધરપકડો થઈ છે અને 132 વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. NIA એ 7 ઓગસ્ટના રોજ હરિયાણા અને પંજાબમાં બે મહત્ત્વપૂર્ણ તસ્કરોની ધરપકડ કરી હતી, અને ત્યારબાદ 2 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશમાં વધુ બે લોકોની ધરપકડ કરી હતી. જયશંકરે ઉમેર્યું કે રાજ્ય સરકારોએ પણ માનવ તસ્કરીના કેસોની તપાસ શરૂ કરી છે.

Exit mobile version