Site icon Revoi.in

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કિંગપિન હજુ બહાર છે અને બહુ જલ્દી તેમનો નંબર આવશેઃ અનુરાગ ઠાકુર

Social Share

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીએ બુધવારે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સંજ્ય સિંહની ધરપકડ બાદ રાજકારણ ગરમાવ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, દિલ્હી લીકર સ્કેમ કેસમાં કિંગપિન બહુ બહાર છે અને જલ્હીથી તેમનો પણ નંબર આવશે.

કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યાં હતા. તેમણે અરવિંદ કેજરિવાલ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકોએ કેજરિવાલને ઈમાનદારીનું સર્ટીફિકેટ આપ્યું હતું તે જેલમાં છે. હવે કેજરિવારનો નંબર હોઈ શકે છે. લોકો કેજરિવાલ ઉપર હસી રહ્યાં છે. તેમના ચહેરા ઉપર તણાવ દેખાઈ રહ્યો છે. ડેપ્યુટી સીએમ જેલમાં છે, આરોગ્ય મંત્રી જેલમાં છે, આ એ લોકો જે ઈન્ડિયા અગેંસ્ટ કરપ્શનના સુત્રોચ્ચાર કરીને સામે આવ્યા હતા અને હવે ભ્રષ્ટાચારમાં સામેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્ય સુત્રધાર હજુ બહાર છે તેમનો પણ નંબર આવશે. તપાસ ચાલી રહી છે. જે લોકોએ અરવિંદ કેજરિવાલને ઈમાનદારીનું સર્ટીફિકેટ આપ્યું હતું તે તમામ એક વર્ષથી જેલમાં છે.બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરિવાલે સંજય સિહની ધરપકડની નીંદા કરી છે અને દાવો કર્યો છે. આ લોકસભા ચૂંટણી પહેલા ભાજપાની ગભરાહટ દેખાય છે.