Site icon Revoi.in

નર્મદા ડેમમાં હાલ બે વર્ષ ચાલે એટલું પાણી, ખેડૂતોને સિંચાઈ માટે પુરુ પડાય છે નર્મદાનું પાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ જેટલુ પાણી છે તેનાથી બે વર્ષ સુધી ગુજરાતની જનતાને પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. હાલ નર્મદા ડેમમાં 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દૈનિક 10 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદામાંથી ખેડૂતોને આપવામાં આવે છે. છતાં આજની સ્થિતિએ 2124 મિલિયન ક્યુબીકમીટર જથ્થો સંગ્રહિત રહેતાં ખેડૂતોને પણ પૂરતો પાણીનો જથ્થો મળી રહેશે નર્મદા ડેમમાં પણ પૂરતો જથ્થો સંગ્રહિત હોવાથી આગામી બે વર્ષ માટે પાણીની સમસ્યા રહે નહીં. ચોમાસામાં ભારે વરસાદ થતા રાજ્યના મોટાભાગના જળાશયો છલકાયાં હતા. નર્મદા ડેમમાં પણ પાણીની વિપુલ આવક થઈ હતી. જેથી નર્મદાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. તેમજ ચાલુ વર્ષે પણ ચોમાસામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોની સાથે રાજ્યની જનતાને પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે.