Site icon Revoi.in

ગાંધીનગરના નવા મેયર સહિતના પદાધિકારીઓની 21મી ઓક્ટોબરે વરણી કરાશે

Social Share

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હવે મેયર સહિત પદાધિકારીઓની નિયુક્તિ આગામી તા. 21મી ઓક્ટેબરને ગુરૂવારે કરાશે.ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની 44 બેઠકોમાંથી 5 એસસી સમાજ માટે અનામત હતી. જેમાં વોર્ડ-4માંથી ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, વોર્ડ નં-8માંથી હિતેશકુમાર પુનમભાઈ મકવાણા, વોર્ડ-1માંથી મીનાબેન સોમાભાઇ મકવાણા, વોર્ડ નં-5માંથી કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા તથા વોર્ડ નં-11માંથી સેજલબેન કનુભાઈ પરમાર ચૂંટાયા છે. પ્રથમ અઢી વર્ષ મેયરપદ એસસી અનામત અને બીજા વર્ષે મહિલા માટે અનામત રહેશે. આ જોતા જો એસસી અનામતમાં ભાજપ કોઈ પુરૂષ ઉમેદવારને તક આપે તો ભરત દિક્ષિત અને હિતેશ મકવાણા બે જ કાઉન્સિલર મેયર પદની રેસમાં રહે છે. પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ એવા પુનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા મેયર પદ માટે દાવેદાર ગણાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. હવે ભાજપના પ્રદેશ કમાન્ડ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિને લઈને ચર્ચા ચાલી રહી છે. અને તા. 21મીએ મળનારી સભામાં પદાદિકારીઓની વરણી કરી દેવામાં આવશે. પ્રથમ અઢી વર્ષ મેયરપદ એસસી અનામત અને બીજા વર્ષે મહિલા માટે અનામત રહેશે. આ જોતા જો એસસી અનામતમાં ભાજપ કોઈ પુરૂષ ઉમેદવારને તક આપે તો ભરત દિક્ષિત અને હિતેશ મકવાણા બે જ કાઉન્સિલર મેયર પદની રેસમાં રહે છે. પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ એવા પુનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા મેયર પદ માટે દાવેદાર ગણાય છે. જોકે ભાજપ અમદાવાદની જેમ કોઈ સામાન્ય પરિવારના કાઉન્સિલરને મેયર પદ સોંપે તો ભરત દિક્ષિતને પણ મેયર પદની લોટરી લાગી શકે છે. તો બીજી તરફ ચર્ચાઓ કરતાં અલગ જ નિર્ણય લેવા જાણીતા ભાજપ દ્વારા ત્રણ મહિલા ઉમેદવારોમાંથી પણ કોઈ નામ જાહેર કરી દે તો નવાઈ નહીં.  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વોર્ડ નં-11ના જસવંત પટેલ,વોર્ડ નં-10ના મહેન્દ્ર પટેલ, વોર્ડ નં-8ના રાજેશ પટેલ જેવા નામો ચર્ચામાં છે જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે વોર્ડ નં-2 વોર્ડ નં-2માં અનિલસિંહ વાઘેલા, વોર્ડ નં-4ના જસપાલસિંહ બિહોલા, વોર્ડ નં-7ના પ્રેમલસિંહ ગોલ જેવા નામોની ચર્ચા ભાજપમાં છે.