Site icon Revoi.in

ગુજરાતમાં વેક્સિન લેનારાઓની સંખ્યા 75 લાખ વટાવી ગઈઃ અમદાવાદ , સુરત મોખરે

Social Share

ગામધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. જ્યારે બીજીબાજુ કોરોનાની રસી લ્વા માટે લોકોમાં જાગૃતી આવતી જાય છે. રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ દિવસમાં 3 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી.

રાજ્યમાં પ્રથમ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જેમાં આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી ત્યાર બાદ સિનિયર સીટીઝન એટલે કે 60 વર્ષ વટાવી ગયેલા નાગરિકોને રસી આપવામાં આવી હતી તેને પણ સારાએવો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ 45 વર્ષની વય સુધીના નાગરિકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ શહેરના અર્બન સેન્ટરોમાં રસી લેવા માટે લોકોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. રાજયના 23 મંત્રી પૈકી 19 મંત્રીએ વેક્સિન લઇ લીધી છે.

સરકારના દાવા મુજબ, હજુ સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર થઇ નથી. સોમવારે અમદાવાદ શહેરમાં 25 હજારથી વધારે લોકોને રસી અપાઇ હતી જ્યારે સુરતમાં સૌથી વધારે 53 હજારથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. સોથી ઓછું રસીકરણ ડાંગમાં 21 હજાર અને બોટાદમાં 41 હજાર લોકોને કરવામાં આવ્યું છે. કોરોનાની રસીકરણ માટે હવે ગામડાંમાં પણ જાગૃતી આવતી જાય છે. તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર લોકો સામેથી રસી લેવે માટે આવી રહ્યા છે.