Site icon Revoi.in

પાકિસ્તાનની અભિનેત્રીએ બોલીવુડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

Social Share

મુંબઈઃ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દર મહિને એક નવી ફિલ્મ રિલીઝ થાય છે. દરેક ફિલ્મમાં એ જ જૂના કલાકારો અલગ-અલગ પાત્રો નિભાવતા જોવા મળે છે.  દર્શકોની ઉત્તેજના જાળવી રાખવા માટે, ફિલ્મ નિર્માતાઓ પણ ફિલ્મમાં નવા ચહેરાઓને તક આપે છે. થોડા વર્ષો પહેલા, પાકિસ્તાની કલાકારોનો ટ્રેન્ડ બોલિવૂડમાં શરૂ થયો હતો જ્યારે પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન અને માહિરા ખાને બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સ્ટાર્સને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. હવે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સારા ખાને પણ બોલિવૂડમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ પાકિસ્તાની અભિનેત્રી સારા ખાને બોલિવૂડમાં પોતાનો રસ દાખવ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, તે બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાન સાથે કામ કરવા માંગે છે. આ સાથે અભિનેત્રીએ કહ્યું – ‘જ્યારથી તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે ત્યારથી તે બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવાનું તેનું મોટું સપનું હતું. અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, ‘મને પણ બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ખૂબ ગમે છે.

પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યાં છે. એટલું જ નહીં ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે, તેમજ જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને બંધ નહીં કરે ત્યાં સુધી સંવાદ કરવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં બોલીવુડ પણ ભારત સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યાં છે, તેમજ પાકિસ્તાની કલાકારોને પણ કામ કરવાનું ટાળી રહ્યાં છે.