વૈદ્ય પારુલ જોષી
ગુજરાતીમાં કલાર, ચાંચડમાર, આમધરા, જંગલી મૂળી, શીયાળમૂત્ર, સૂક્ષ્મપત્ર, કાકરોંદા
હિન્દીમાં કુર્રોંધ, કુકુરબંદા
સંસ્કૃતમાં કુકુંદર
અંગ્રેજીમાં લેટુસ લીફ, નોબબ્રશ,
લેટીનમાં બ્લુમિયા લેસેરા
કૂળ એસ્ટેરેસી, સૂર્યમુખી – નામની આપણા ગુજરાતની વનસ્પતિ એક સુગંધિત ઔષધી છે. એશીયા ખંડમાં ટ્રોપિકલ, સબટ્રોપિકલ પ્રદેશોમાં મોટાભાગે નદીકાંઠે અને ભેજવાળા વાતાવરણમાં જ્યાં પાણી નીતરી જતું હોય, ત્યાં સ્વત ઊગે છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં તે 2000 મીટરની ઉંચાઈ સુધી ઉગે છે. તેના 30 – 60 સે. મી. ઉંચી, સીધી ઉગતી ડાળીઓ પર ગાંઠદાર રચના હોય છે. પાલક જેવા દેખાતા પાન ઉપર આછી રુંવાટી હોય છે અને કપૂરની વાસ તેની ઓળખ છે.
પાન માટે ખેતી કરી હોય, તો ફૂલ અડધે પહોંચે ત્યાં જ પાન તોડી લેવાય છે. તેના ચળકતા પીળા ફુલ પાકે, પછી રુછાળા બી સમગ્ર વિસ્તારમાં ફેલાય છે અને અનુકુળ વાતાવરણ મળતા મોટાભાગે નદીકાંઠે અને ભેજવાળા વાતાવરણમાં જંગલી છોડ તરીકે ઉગી નીકળે છે. એ નિંદામણ છે પણ માનવ જાત માટે ખુબ ઉપયોગી છે. કુદરતનું વરદાન માણસજાતની ઉપયોગીતાની આપણને ખબર નથી અને આપણે વીડ કંટ્રોલ – પેસ્ટીસાઇડ વાપરી તેનો નાશ કરીએ છીએ.
આ પણ વાંચોઃ એસ્ટેરાસી કૂળના ગલગોટા, મેરીગોલ્ડ, ટેગીઝથી થતા નુકસાન વિશે પણ જાણવું જોઈએ
આયુર્વેદ પ્રમાણે તે સ્વાદમાં કડવો, તુરો, શરીરના તાપમાનને જાળવનાર, પાચન સુધારનાર, પેશાબ ખુલાસે લાવનાર, બળ વધારનાર, કફને છૂટો પાડી દૂર કરનાર, શોથહર, આંખ માટે સ્વાસ્થ્યપ્રદ, રક્તસ્તંભક, જ્વરઘ્ન, યકૃતબલ્ય, વિષાણુહર, બેક્ટેરીયાહર, ફુગહર, કૃમિઘ્ન છે. કલાર, કપુર જેવી માદક સુગંધ ધરાવતી વર્ષાયુ વનસ્પતિ છે. રક્તસ્તંભક, શૂલ પીડા દૂર કરનાર, બળતરા દૂર કરનાર, ઊંઘ લાવનાર, લોહીનું કેન્સર દૂર કરનાર.
તેના મૂળનો સાર એન્ટીઓક્સીડન્ટ, એન્ટીફંગલ, એન્ટીપેરાસીટીક છે. તેમાંથી ત્વચાના સ્વાસ્થ્ય માટે મલમ બનાવવાના પ્રયોગો ચાલુ છે.
ઉપયોગ ખાસ દક્ષિણ ગુજરાતમાં ચાંચડને ભગાડવા માટે થતો. આજે ઉંબાડિયું જેવી આહારીય વાનગીઓમાં સુગંધ અને સ્વાદ લાવવા માટે થાય છે.
ચાંચડ અને કલાર જેવા જીવજંતુઓને નાબૂદ કરવા માટે ઘરેલું અને સુરક્ષિત ઉપાયોગો:
ગરમ પાણીની સફાઈ: પથારી, ચાદર અને ઓશિકાના કવરને અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં ધોઈ, તેમને તડકે સૂકવો.
ઘરમાં કાર્પેટ કે ગાલીચા પર બેકિંગ – ખાવાનો સોડા અને મીઠું નાખી, તેમના ઉપર બ્રશ કરવું અને થોડા સમય પછી વેક્યૂમ કરી લેવું.
અસરકારક જંતુનાશક દવાઓનો છંટકાવ – લીંબુના રસ અથવા વિનેગરનો સ્પ્રે કરવાથી ચાંચડ ભાગી જાય છે.
ઘરમાં કૂતરા કે બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓ હોય, તો તેમના પર મેલાથીઓન જેવો એન્ટિ-ફ્લી પાઉડર અથવા સ્પોટ-ઓન ડ્રોપ્સનો નિયમિત ઉપયોગ કરવો.
ઉપદ્રવ ખૂબ જ ગંભીર હોય, તો પ્રોફેશનલ સેવાઓનો સંપર્ક કરવો હિતાવહ છે. જો સમસ્યા ઘરની અંદર પથારી, સોફા કે પાલતુ પ્રાણીઓના શરીરમાં છે તો કલારના છોડને ત્યાં મૂકી, તેનો રસ લગાવી તેમજ તેના પાનનો રસ પી ને આ ઉપદ્રવથી મુક્તિ મેળવાય.
ઉંબાડીયું અને કલારનો સંગમ
આપણાં દક્ષિણ ગુજરાતમાં બનતુ ઉંબાડીયું લગભગ દરેકે ખાધુ હશે. આ ઉંબાડીયાનો યુનીક સ્વાદ, લીલોરંગ, લોકોને યાદ રહી જવાનું મોટું કારણ તેની પ્રોસેસમાં વપરાતો આપણો આ કલાર છે. કલાર વડે બનાવતા તીખા તમતમતા ઉબાડીયાનો સ્વાદ લઇએ ત્યારે એવુ લાગે કે સવારે આ બધી ખબર પડશે…!!! પણ આ કલાર તીખી મરચીના સ્વાદને બેલન્સ કરે છે અને જેમને પાઇલ્સની તકલીફ હોય, તેમને પણ આ ઉંબાડિયાથી વાંધો આવતો નથી. ઘણા ધંધાદારી ઉંબાડીયા વાળા કલાર ઓછી અથવા કલારની જગ્યાએ કંબોયા, કરમદા જેવી વનસ્પતિના પાનનો ઉપયોગ કરે છે જે બરાબર નથી. ઉબાડીયામાં એક અનેરી સુગંધ આવે છે તે આ કલારને આભારી છે અને કલાર શાક માર્કેટમાં ના મળવાથી લોકો ઘરે આ ઉંબાડીયુ બનાવી નથી શકતા.
પાલક જેવા દેખાવનાં સહેજ રુંછાવાળા પાન કલાર ખૂબ જ ઔષધીય ગુણ ધરાવે છે
વિશ્વઆરોગ્ય સંસ્થા પ્રમાણે દર વર્ષે વિશ્વમાં દર 1 લાખની વસ્તીએ 182ને કેન્સર થાય છે અને 102નાં કેન્સરથી મૃત્યુ થાય છે. વનસ્પતિ પર થયેલા સંશોધનોથી જાણવા મળ્યું કે આખા છોડમાં રહેલા લીનોલિક એસિડ, ઓલિક એસિડ, સૂક્ષ્મ નુકસાનકારક ગ્રામ પોઝીટીવ, નેગેટીવ બેક્ટેરિયા, ફુગ, આંતરડાનાં કૃમિનો, તેના ફ્લેવેનોઈડ્ઝ, ટેનિનો એન્ટીટ્યુમર ગુણને લીધે કેન્સરના કોષોને વિવિધ સ્તરે અટકાવી, તેમનો સફાયો કરે છે. પાલક જેવા દેખાવનાં સહેજ રુંછાવાળા પાન કલાર ખૂબ જ ઔષધીય ગુણ ધરાવે છે ખાસ કરીને નીચે મુજબના રોગોમાં ખુબ જ ફાયદો કરે છે.
બ્લીડીંગ પાઇલ્સ, મોઢામાં ચાંદા પડતા હોય તો તેની પણ રામબાણ દવા છે. તાજા પાનનો રસ બનાવીને કોગળા કરવા. મોટી ઉંમરે જેમને વારંવાર પેશાબ કરવા જવાનું થતું હોય, ઉધરસ કે છીંક આવતા પેશાબ થઇ જતો હોય, તેમના માટે અકસીર છે. ટ્રાઇજેમીનલ ન્યુરાલ્જીયામાં પણ અકસીર છે. એલર્જીક શરદીમાં ફ્રેશ પાનના રસનું નસ્ય લેવું. તે ઉત્તમ લીવર ટોનીક છે. આંતરડામાં કરમીયા થયા હોય અને લીવર એન્લાર્જ થતું હોય તેમના માટે ઉત્તમ.
ઠંડીને લીધે થતી શરદીમાં, માથાના દુઃખાવામાં રાહત આપે છે. શરીર પર વાગવા પર લોહી નીકળે ત્યાં, એનો રસ લગાડવામાં આવે છે. કન્જક્ટીવાઇટીસમાં પાનનો રસ આંજવો. ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા.
આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે. તેના પીળા ફુલ પાકે પછી રુછાળા બી સમગ્ર વિસ્તારમાં ફેલાય છે અને અનુકુળ વાતવરણ મળતા, ત્યાં ઉગી નીકળે છે. કુદરતે આપેલા લપરા ઘાસ કે નિંદામણ માણસજાતની ઉપયોગીતા માટે જ આપેલા છે પણ આપણને તેની ખબર નથી અને આપણે વીડ કંટ્રોલ પેસ્ટીસાઇડ વાપરીને તેનો નાશ કરીએ છીએ. કલાર અનેક ઔષધીય ગુણ ધરાવે છે – બ્લીડીંગ પાઇલ્સની રામબાણ દવા છે.
* મોઢામાં ચાંદા પડતા હોય તો તેની પણ રામબાણ દવા છે. તાજા પાનનો રસ કાઢી તેના કોગળા કરવા. મોટી ઉમરે જે લોકોને વારંવાર પેશાબ કરવા જવાનું થતુ હોય અથવા તો ઉધરસ કે છીંક આવતા પેશાબ થઇ જતો હોય તેમના માટે અકસીર છે.
ટ્રાઇજેમીનલ ન્યુરાલ્જીયામાં પણ અકસીર છે. એલર્જીક શરદીમાં અકસીર છે. ( ફ્રેશ પાનના રસનું નસ્ય લેવું). ઉત્તમ લીવર ટોનીક છે. (આંતરડામાં વર્મ(કરમીયા) થયા હોય અને લીવર એન્લાર્જ થતું હોય તેમના માટે ઉત્તમ). ઠંડીને લીધે થતી શરદીમાં રાહત આપે છે. માથાના દુઃખાવામાં રાહત આપે છે. કન્જક્ટીવાઇટીસમાં પાનનો રસ આંજવાથી ફાયદો થાય છે. બાયો પેસ્ટીસાઇડ બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે.
આખો છોડ ઉપયોગી છે
આખો છોડ ઉપયોગી છે. તેના ઉપયોગ – તાવ મટાડનાર, કફ છૂટો પાડનાર, સોજો દૂર કરનાર, શરદીની ઉધરસ, હરસ, રક્તસ્તંભક, મૂળ પાચક, કૃમિઘ્ન, યકૃતને બળ આપનાર, તેના ઔષધીય ગુણોને લીધે આજે તેની ખરીફ પાકમાં ગણતરી કરાય છે. તેનાં બી ઓગસ્ટના અંતમાં ખેડીને તૈયાર કરેલી જમીનમાં તેમના તેલને મેળવવા વવાય છે. ખેતીમાં તેની માવજત બાબત હજી ખાસ વિચાર કરાયો નથી એટલે રસાયન વગરની પરંપરાગત ખેતી જ કરાય છે તે આનંદનાં સમાચાર છે.

