Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે વધુ એક મોઘવારીનો મારઃ સ્ટીલની કિંમતમાં થયો વધારો

Social Share

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ માજા મુકતા લોકોના બજેટ ખોરવાયાં છે. આગામી દિવસોમાં વાહનોની ખરીદી અને ઘર બનાવવા માટે વધારે નાણા ખર્ચવા પડશે. નિર્માતાએ સ્ટીલની કિંમતમાં વધારો કર્યો હોવાથી લોકો ઉપર બોજ પડશે. ઈન્ડ-સ્ટ્રી સૂત્રોના મતે હોટ રોલ્ડ કોઈલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઈલ CRC)ની કિંમતમાં રૂ. 4000થી 4900 સુધીનો પ્રતિટનમાં વધારો થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વધારા બાદ HRC ની કિંમત રૂ. 70-71 હજાર પ્રતિ ટન પહોંચી છે. જ્યારે CRC ની કિંમત 83-84 હજાર સુધી પહોંચી છે. HRC અને CRC ફ્લેટ સ્ટીલ હોય છે. જે મુખ્યત્વે ઓટો, એપ્લાયન્સીજ અને બાંધકામ ક્ષેત્રમાં વપરાય છે. સ્ટીલની કિંમતમાં વધારો થતા વાહનો, કંજ્યુમર ગુડ્સ અને બાંધકામ ક્ષેત્રને અસર પડશે. આ તમામ ક્ષેત્રમાં સ્ટીલ કાચો માલ છે. સેલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, જેએસપીએલ અને એએમએનએસ ઈન્ડિયા દેશની સ્ટીલ ઉત્પાદન કરતી મુખ્ય કંપનીઓ છે. દેશમાં કુલ સ્ટીલ ઉત્પાદનમાં આ કંપનીઓનો 55 ટકા હિસ્સો છે. સેલના અધિકારીના જણાવ્યા અનુસાર, આ કિંમતોમાં થયેલો બદલાવ બજાર ઉપર આધારિત છે.

જેએસપીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ સ્ટીલ પ્રાઈઝ વધવાથી કાચા માલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ભારતીય આયરન ઓરેની કિંમત રૂ. 4 હજાર પ્રતિ ટન સુધી વધી છે. આને સ્ટીલની કિંમતો વધારી છે.જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લી.ના એમ.ડી. વી.આ.શર્માએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં સ્ટીલની ડિમાન્ડ ઉત્પાદન કરવા વધારે રહેશે. વર્ષ 2020-21માં સ્ટીલની ડિમાન્ડ 140-150 મિલિયન ટન રહેવાની શકયતા છે. જ્યારે ઉત્પાદન 125 મિલિયન રહેવાની શકયતા છે. જેથી કિંમતમાં પણ વધારો થશે. ભારત સહિત મોટાભાગના દેશોમાં પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે. જેથી ખપત વધી છે. જ્યાં સુધી પ્રોત્સાહન પેકેજનો ઉપયોગ નહીં થાય ત્યાં સુધી સ્ટીલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.