Site icon Revoi.in

ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલુ, તમિલનાડુના રાજ્યપાલે જાણો શા માટે ઉચ્ચારી આ વાત?

Social Share

ચેન્નઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ કહ્યુ છે કે ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કેટલાક લોકો તો ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કરે છે. રાજ્યપાલના આ નિવેદનને ડીએમકેના નેતા એ. રાજાના એ નિવેદનનો જવાબ માનવામાં આવે છે, જેમાં એ. રાજાએ ભારતને એક દેશ માનવાથી જ ઈન્કાર કર્યો હતો અને તેમના નિવેદન બાદ ઘણો હંગામો થયો હતો.

રાજ્યપાલ આર. એન. રવિએ સોમવારે ચેન્નઈમાં એક બુક લોન્ચના કાર્યક્રમાં કહ્યુ હતુ કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે જગ્યાને હજારો વર્ષો પહેલા ઋષિઓએ બનાવી અને આ ઋષિઓના વિચારોએ જ ભારતને બનાવ્યો. પરંતુ ત્યારે તેનો વિરોધ થઈ રહ્યો છે. ભારતને તોડવાનો પ્રોજેક્ટ અંગ્રેજોએ શરૂ કર્યો હતો અને તે આજ સુધી ચાલુ છે. કેટલાક લોકો ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કરી રહ્યા છે. તેઓ ભગવાન રામના અસ્તિત્વને નકારે છે. પરંતુ જ્યારે તમે તેનાથી ઈન્કાર કરો છો, તો તમે તમિલ લોકોની સંસ્કૃતિ અને તેમની ઓળખને તબાહ કરવાની સાથે સચ્ચાઈથી મોંઢુ ફેરવવાની કોશિશ કરી રહ્યા હોવ છો.

ડીએમકેના નેતા એ. રાજાએ તાજેતરમાં એક નિવેદન આપ્યુ છે કે મને રામાયણ અને ભગવાન રામમમાં આસ્થા નથી. તેની સાથે જ તેમણે ભારતને એક રાષ્ટ્ર માનવાથી પણ ઈન્કાર કર્યો હતો. એ. રાજાએ કહ્યુ હતુ કે જો તમે કહો છો કે આ ભગવાન છે. જો આ તમારા જય શ્રીરામ છે એઅને તમે ભારતમાતા કી જય કહો છો, તો અમે ક્યારેય તેને સ્વીકારીશું નહીં. તમિલનાડુ ક્યારેય સ્વીકારશે નહીં.અમે રામના દુશ્મન છીએ અને મને રામાયણમાં આસ્થા નથી અને ભગવાન રામમમાં પણ નથી.

એ. રાજાએ ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભારત એક રાષ્ટ્ર નથી. ભારત ક્યારેય રાષ્ટ્ર રહ્યુ નથી, પરંતુ એક ઉપખંડ છે. અહીં તમિલ એક રાષ્ટ્ર છે, મલયાલમ એક દેશ અને એક ભાષા છે. ઓડિશા એક રાષ્ટ્ર છે. અહીં આટલી બધી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે.