Site icon Revoi.in

રસોડામાં છુપાયેલું છે ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય, આ 5 શાકભાજી બદલી દેશે તમારો લુક

Social Share

આજકાલ બજારમાં ત્વચાની સંભાળ માટે હજારો રૂપિયાના ફેન્સી બ્યુટી પ્રોડક્ટ્સ મળે છે, પરંતુ કુદરતી સુંદરતાનો સાચો આધાર યોગ્ય પોષણ છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર શાકભાજી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ચમકતી ત્વચા માટે પણ વરદાન સમાન છે. જો તમે તમારા રસોડાને જ ‘સ્કીન કેર લેબ’ બનાવી દો, તો પિમ્પલ્સથી લઈને ડાઘ-ધબ્બા સુધીની તમામ સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, ત્વચાને સ્વસ્થ રાખવા માટે વિટામિન A, C અને E ખૂબ જ જરૂરી છે, જે યુવી કિરણો સામે રક્ષણ આપે છે. ચાલો જાણીએ કયા શાકભાજીનો રસ તમારી ત્વચાને ‘ટ્રાન્સફોર્મ’ કરી શકે છે.

ટામેટામાં લાઈકોપીન અને વિટામિન C પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે ત્વચાને ઊંડાણથી સાફ કરે છે. ટામેટાના રસમાં 1 ચમચી દહીં અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. ટામેટાને વચ્ચેથી કાપી ફ્રીજમાં રાખો અને 30 મિનિટ પછી તેનાથી ચહેરા પર મસાજ કરો. તે ત્વચામાં કસાવ લાવે છે.

રંગ નિખારવા અને ટેનિંગ દૂર કરવા માટે બટાકાનો રસ રામબાણ ઈલાજ છે. બટાકાના રસમાં થોડો ચોખાનો લોટ, ચપટી હળદર, ટામેટાનો રસ અને ગુલાબજળ ઉમેરી પેક બનાવો. તેને 20 મિનિટ લગાવી રાખી સામાન્ય પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી ત્વચા પર નિખાર આવશે.

બીટ લોહી શુદ્ધ કરવાની સાથે ચહેરા પર કુદરતી ગુલાબી ચમક લાવે છે. બીટના રસને સીધો ચહેરા પર લગાવી મસાજ કરી શકાય છે. અથવા દહીં, બેસન અને બીટનો રસ મિક્સ કરીને ફેસ પેક તરીકે લગાવો. તેનાથી ત્વચા રેડિયન્ટ બને છે.

ઉનાળાની શરૂઆત સાથે જ કાકડી ત્વ માટે શ્રેષ્ઠ હાઈડ્રેટિંગ એજન્ટ બની રહે છે. જો આંખો નીચે કાળા કુંડાળા કે સોજો હોય, તો કાકડીના ટુકડા અથવા છીણ પલકો પર રાખો. કાકડીનો રસ ટામેટાના રસ સાથે મિક્સ કરીને લગાવવાથી ત્વચા તાજગી અનુભવે છે.

વિટામિન A થી ભરપૂર ગાજર ખીલ ઘટાડવામાં અને ત્વચામાં કસાવ લાવવામાં મદદરૂપ છે. ગાજરના રસમાં મધ ભેળવીને લગાવો અથવા ગાજરની પેસ્ટમાં ચંદન પાવડર અને દહીં ઉમેરીને ફેસ પેક તરીકે વાપરો.

Exit mobile version