Site icon Revoi.in

સંસદના વિશેષ સત્રની શરૂઆત જુના સંસદ ભવનમાં થશે અને ગણેશ ચતુર્થીએ નવા ભવનમાં શિફ્ટ થશે

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા એવી ચર્ચા હતી કે, નવા સંસદ ભવનથી સત્ર શરૂ કરવામાં આવશે પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર જૂની સંસદથી શરૂ થશે અને બાદમાં તેને નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, “સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરે જૂની બિલ્ડિંગમાં શરૂ થશે અને બાદમાં ગણેશ ચતુર્થીના અવસર પર 19 સપ્ટેમ્બરે નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે.” આ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. જો કે તેનો એજન્ડા હજુ નક્કી થયો નથી. આ અંગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની હેટ્રિકને રોકવાના ઈરાદા સાથે રચાયેલા વિપક્ષના ગ્રાન્ડ એલાયન્સ I.N.D.I.Aએ મંગળવારે કેન્દ્ર સરકારને સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરવાની માંગ કરી હતી. દરમિયાન સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો.

સોનિયા ગાંધીએ વિપક્ષ વતી લખેલા પત્રમાં કહ્યું, “હું ઉલ્લેખ કરવા માંગુ છું કે સંસદનું વિશેષ સત્ર રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા વિના બોલાવવામાં આવ્યું છે. અમને આ સત્રના કાર્યસૂચિ વિશે કોઈ માહિતી નથી.” તેમણે એવી પણ વિનંતી કરી છે કે, 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સત્ર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, જાતિય જનગણના, ચીન સાથેની સરહદ પર મડાગાંઠને લગતા નવા ઘટસ્ફોટની પૃષ્ઠભૂમિમાં સંયુક્ત સમિતિ (જેપીસી)ની રચનાની માંગનો સમાવેશ થાય છે. 9 મુદ્દાઓની ચર્ચા યોગ્ય નિયમો હેઠળ થવી જોઈએ.