Site icon Revoi.in

અમદાવાદ-ભૂજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન 130 કિમીની ઝડપે ઓક્ટોબર સુધીમાં દોડતી કરાશે

Social Share

અમદાવાદઃ પ્રવાસીઓને ઝડપી અને આરામદાયક સુવિધા મળી રહે તે માટે પશ્વિમ રેલવે દ્વારા આગામી ઓક્ટોબર સુધીમાં વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ-ભૂજ વચ્ચે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 130 કિમીની રહેશે. વંદે મેટ્રો ટ્રેનના કોચ અને એન્જિન સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયા છે. હવે અમદાવાદ-ભૂજ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવશે. સેફટી ઈન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ બે મહિનામાં ટ્રેન દોડતી થઈ જશે.

વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન શરૂ કરાશે. પ્રથમ ‘વંદે મેટ્રો ટ્રેન’ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી ગઈ છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100થી 130 કિલોમીટરની રહેશે. હાલ અલગ અલગ શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ દોડાવવાનો ટ્રાયલ ચાલી રહ્યો છે. જેમાં સુરત-અમદાવાદ વચ્ચે પણ વંદે મેટ્રો ટ્રેન શરૂ કરાશે.

 

પશ્વિમ રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલરન અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જો કે, ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 12 કોચની ‘વંદે મેટ્રો’ ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. વહેલા તે પહેલાનાં ધોરણે સીટ મળશે. મુસાફરી માટે રિઝર્વેશનની જરૂર નહીં, કોચમાં આધુનિક સુવિધા સેન્ટ્રલી એસી ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ શોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે. ‘વંદે મેટ્રો’ અનરિઝર્વ્ડ એસી ટ્રેન તરીકે દોડાવાશે. અર્થાત્ કોઈ રિઝર્વેશનની જરૂર રહેશે નહીં. ટ્રેનમાં વોશબેઝિનથી માંડી આધુનિક ટોઈલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે.

#VandeMetro #Ahmedabad #Bhuj #IndianRailways #TrainTrial #WesternRailway #ModernTrain #Gujarat #UnreservedTrain #SabarmatiStation #TrainUpdate

Exit mobile version